કરોડોની સંપત્તિ હોવા છત્તાં પણ નીચે બેસીને ભોજન કરે છે MS ધોની, લોકલ નાઇ પાસે કપાવે છે વાળ, પૈસાના ઘમંડ વગર જીવે છે સાદુ જીવન

કરોડોના માલિક છે MS ધોની પણ જરા પણ નથી ઘમંડ, સાધારણ જીવન જીવે છે મહેન્દ્ર સિંહ ધોની ! જુઓ તસવીરો

જ્યારે પણ દુનિયાના સૌથી સફળ કેપ્ટનની વાત આવે તો તેમાં એક ભારતીય નામ સૌથી ઉપર આવે છે અને તે નામ છે મહેન્દ્ર સિંહ ધોની ! મહેન્દ્ર સિંહ ધોનીએ ખાલી વિકેટકિપર અને બેટ્સમેન તરીકે ભારતીયોને યાદગાર પળ નથી આપ્યા પણ ત્રણ ત્રણ વાર પોતાની કેપ્ટનશિપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યુ છે. આજે લગભગ બધા જ યુવા ક્રિકેટર ધોનીને પોતાનો આદર્શ માને છે.

ભલે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રિટાયરમેન્ટ લઇ લીધી હોય પણ ધોનીની યાદો બધાના દિલમાં વસેલી છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડે થે ત્યારે લગભગ બધા જ ધોનીને યાદ કરે છે. બધાના મોઢે લગભગ એક જ વાત હોય છે કે કાશ માહી હોત તો આપણે મેચ જીતી જતા. આજે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોની લિસ્ટમાં પણ ટોપમાં સામેલ છે.

તેની પાસે બેશુમાર દોલત, શોહરત છે પણ માહીની કેટલીક એવી તસવીરો છે જેને જોઇને કોઇ પણ ના કહી શકે કે માહી પાસે કરોડોની સંપત્તિ છે. માહી કરોડોની સંપત્તિ હોવા છત્તાં પણ સિંપલ જીવન જીવે છે. ધોની જમીન સાથે જોડાયેલ માણસ છે અને તેને ઘણીવાર એવું કામ કરતા પણ જોવામાં આવ્યો છે જે સામાન્ય લોકો ઘણીવાર કરે છે. માહીને શરૂઆતથી જ બાઇકનો શોખ રહ્યો છે.

ધોનીના ઘરમાં બાઇકનો શોરૂમ પણ છે અને તેમાં તેણે ઘણી મોંઘી મોંઘી બાઇક્સ રાખેલી છે. ઘણીવાર માહીને બાઇક રિપેર કરતા પણ જોવામાં આવ્યો છે. દર મહિને કરોડોની કમાણી કરનાર ધોની કેટલુ સામાન્ય રીતે જીવન જીવે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તે ઘણીવાર કોઇ મોટા સલૂનમાં વાળ કપાવવાની જગ્યાએ લોકલ નાઇ પાસેથી વાળ કપાવે છે.

આવી એક તસવીર પણ ધોનીની સામે આવી હતી. એમએસ ધોની એક મોટો ખેલાડી છે પણ તે કેટલીકવાર યુવા ખેલાડીઓ માટે મેદાન પર ડ્રિંક્સ લઇ જતા પણ જોવા મળે છે. ધોનીને મેચ બાદ કેટલીકવાર યુવા ખેલાડીઓને ટિપ્સ આપતા પણ જોવામાં આવે છે. ધોની ઘણીવાર એરપોર્ટ પર જમીન પર જ આરામ ફરમાવતા પણ જોવા મળે છે.

જ્યારે પણ ટીમ ઇન્ડિયા એરપોર્ટ પર જાયે છે તો કેટલીકવાર ધોની જમીન પર જ સૂઇ જાય છે. ધોની હંમેશા તેના ચાહકોને ખુશ રાખે છે. કેટલીકવાર તો ધોનીના પગે પડવા અને સેલ્ફી લેવા ચાહકો ગ્રાઉન્ડમાં જ કૂદી જાય છે અને ધોની પણ તેમની સાથે મજા લેતો જોવા મળે છે.

ધોની કેટલીક વાર રસ્તા પર સામાન્ય લોકોની જેમ સાયકલ ચલાવતો પણ નજર આવે છે. આટલો મોટો ક્રિકેટર હોવા છત્તાં પણ ધોની આ નાની નાની વસ્તુઓને કરવામાં શરમાતો નથી.

Shah Jina