વિરાટ કોહલીના 71 શતક પુરા થવા પર જ લગ્ન કરનારા આ ચાહકને વિરાટે આપી લગ્ન સમયે એક શાનદાર ભેટ.. તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી.. જુઓ

વિરાટનો જબરો ફેન ! કિંગ કોહલીની 71 સદી પુરી ના થતા લગ્ન વગર જ કુંવારો બેસી રહ્યો હતો આ ચાહક, હવે કર્યું એવું કામ કે… જુઓ તસવીરો

વિરાટના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેની એક ઝલક જોવા માટે પણ આતુર થઇ જતા હોય છે. વિરાટે પોતાની શાનદાર રમતથી દુનિયાભરને દીવાની બનાવી દીધી છે. જયારે તે મેદાનમાં ચોગ્ગા છગ્ગા વરસાવતો હોય છે ત્યારે પણ ચાહકો અલગ અલગ પ્રકારના પોસ્ટર લઈને તેને પ્રોત્સાહિત કરતા હોય છે.

ત્યારે હાલ એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં  કરવામાં આવેલી પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેને વિરાટ તરફથી એક શાનદાર ભેટ મળી છે. આ યુવકનું નામ અમન છે અને તેને તેના સોશિયલ મીડિયામાં બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં પહેલી તસ્વીરમાં તે એક પોસ્ટર લઈને મેદાનમાં બેઠેલો જોઈ શકાય છે.

તેના પોસ્ટરમાં લખેલું છે કે જયારે વિરાટ કોહલીની 71મી સદી પૂર્ણ થશે ત્યારે જ તે લગ્ન કરશે. બીજી તસ્વીરોમાં તે લગ્નની શેરવાની પહેરીને ટીવી સામે ઉભો દેખાય છે અને વિરાટ પોતાની 74મી સેન્ચ્યુરી પૂર્ણ કરી બેટ હવામાં લહેરાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે અમને એક શાનદાર કેપશન પણ લખ્યું છે.

અમને પોસ્ટમાં લખ્યું, “મેં તો ફક્ત 71મુ શતક માંગ્યું હતું, પરંતુ વિરાટે તો મારા ખાસ દિવસે 74મુ બનાવી દીધું !” તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીને 70 શતક બનાવ્યા બાદ 71મી શતક બનાવવા માટે 3 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ત્યારે છેલ્લા બે શતક તો તેના શ્રીલંકા સામે યોજાયેલી સિરીઝમાં જ આવી ગયા. 74માં શતક દરમિયાન અમને લગ્ન કર્યા. તેના માટે આ ખુબ જ ખાસ ભેટ હતી.

Niraj Patel