લાઈવ મેચમાં એન્કરિંગ કરી રહેલી આ એન્કર સાથે થઇ ગયો દાવ, બાઉન્ડ્રી પર ઉભી હતી ત્યારે જ થયું એવું કે ધડામ દઈને પડી નીચે.. જુઓ વીડિયો

બાઉન્ડ્રીના દોરડા પાસે ઉભા રહીને ઇનરવ્યું કરી રહેલી આ પાકિસ્તાની એન્કરને ફિલ્ડરે મારી ટક્કર… વીડિયો થયો વાયરલ

ક્રિકેટના ચાહકો દુનિયાભરમાં વસેલા છે અને દુનિયાના ઘણા દેશોમાં ક્રિકેટ લોકપ્રિય રમત બની ગઈ છે . ત્યારે લાઈવ મેચ દરમિયાન કેમેરામાં કેટલાક એવા દૃશ્યો પણ કેદ થઇ જાય છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક લાઈવ મેચમાં રિપોર્ટિંગ કરી રહેલી એક એન્કરનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં દક્ષિણ આફ્રિકામાં SA20 લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિશ્વભરના નામાંકિત ખેલાડીઓ ધૂમ મચાવતા જોવા મળે છે. પાકિસ્તાનની મહિલા સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસ પણ પ્રથમ વખત આયોજિત આ T20 ટૂર્નામેન્ટમાં હોસ્ટ કરી રહી છે. ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન ઝૈનબ સાથે લાઈવ મેચમાં કંઈક એવું થયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગત બુધવારે 18 જાન્યુઆરી, MI કેપ ટાઉન અને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમો લીગની 12મી મેચમાં સામસામે હતી. ત્યારબાદ સનરાઇઝર્સ ટીમ બેટિંગ કરી રહી હતી. માર્કો જેન્સન તે સમયે સ્ટ્રાઇક પર હતો. સેમ કુરન ઇનિંગની 13મી ઓવર ફેંકી રહ્યો હતો. જેન્સને આ ઓવરના છેલ્લા બોલ પર શાનદાર શોટ માર્યો હતો. બોલ બાઉન્ડ્રી તરફ જતો હતો.

 

View this post on Instagram

 

A post shared by SuperSport (@supersporttv)

બોલને રોકવા માટે, ફિલ્ડરે ડાઇવ કર્યું, જેના પછી તેનો પગ બાઉન્ડ્રીની નજીક ઇન્ટરવ્યુ કરી રહેલી ઝૈનબ અબ્બાસ સાથે અથડાયો અને ઝૈનબ અચાનક નીચે પડી ગઈ. જોકે, સારી વાત એ છે કે તેને કોઈ ઈજા થઈ નહોતી. ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર છે. તેણે ICC ઈવેન્ટ્સમાં હોસ્ટની ભૂમિકા પણ ભજવી છે. પાકિસ્તાનમાં ઝૈનબ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.

Niraj Patel