કિયારા-સિદ્ધાર્થ અને અથિયા-રાહુલની લગ્નની ખબરો વચ્ચે આ સ્ટારે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન, લાંબા સમયથી કરી રહ્યા હતા ડેટ

તુષાર કાલિયાએ ઘૂંટણ પર બેસી ત્રિવેણી પાસે પહેરી જયમાળા, તમે જોઇ લગ્નની ઝલક ?, ‘ખતરો કે ખિલાડી 12’ના વિનર તુષારે ગર્લફ્રેન્ડ ત્રિવેણી સાથે કર્યા લગ્ન, તસવીરો થઇ વાયરલ, તુષાર કાલિયાએ મોડલ ત્રિવેણી બર્મન સાથે કર્યા લગ્ન, હાથોમાં હાથ નાખી લીધા સાત ફેરા, કિસ કરી બનાવી જીવનસાથી

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અથિયા શેટ્ટીના લગ્નની ખબરો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચા રહી છે. ચાહકો જ્યારે આ બંને સ્ટાર્સ પર નજર ટકાવી રહ્યા છે ત્યાં મશહૂર કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. લગ્નની તસવીર તુષાર કાલિયાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેની સાથે તેની પત્ની ત્રિવેણી બર્મન જોવા મળી રહી છે.

તસવીરમાં બંને દુલ્હા-દુલ્હન સ્માઇલ સાથે પોઝ આપી રહ્યા છે. આ બંનેના લગ્નથી લઇને મહેંદી સેરેમની સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી છે. જેના પર ચાહકો ભરી ભરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તુષાર કાલિયાએ લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બ્લેસ્ડ લખ્યુ હતુ. આ તસવીરમાં તે ક્રિમ શેરવાનીમાં અને પાઘડીમાં જોવા મળી રહ્યો છે,

જ્યારે તેની પત્ની ત્રિવેણી રેડ લહેંગામાં બલાની ખૂબસુરત લાગી રહી છે. તુષાર ફાઇનલી ત્રિવેણીનો જીવનસાથી બની ગયો છે. ટીવી કલાકાર તુષારની પત્ની ત્રિવેણી મોડલ છે. બંને 17 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. જણાવી દઈએ કે તુષાર કોરિયોગ્રાફર છે. તે ઝલક દિખલા જામાં કોરિયોગ્રાફર રહી ચૂક્યો છે. તુષાર ડાન્સ દીવાનેમાં જજ તરીકે પણ જોવા મળ્યો છે. તુષાર ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી 12નો વિજેતા પણ રહ્યો છે.

આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. તુષારની ઇન્સ્ટાગ્રામ પર લગ્નની પોસ્ટ પર ભારતી સિંહ, અર્જુન બિજલાની સહિત અનેક ટીવી સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા છે. તુષારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્લિપ શેર કરી છે, જેમાં તે તેની પત્નીને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. બીજામાં તે તેને ગળે લગાવે છે અને એકમાં તે તેનો હાથ પકડીને ફેરા લેતો જોઇ શકાય છે.

આ ઉપરાંત એક તસવીરમાં તે ઘૂંટણિયે પડેલો અને ત્રિવેણી તેને માળા પહેરાવતી પણ જોઇ શકાય છે. તુષારે ગયા વર્ષે 7 માર્ચે ત્રિવેણી સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. તે દિવસે તુષારનો જન્મદિવસ હતો. હવે લગભગ 10 મહિના પછી તેમના લગ્ન થયા. તુષાર અને ત્રિવેણીના ડાન્સના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. તુષારને પહેલો બ્રેક ઝલક દિખલા જાથી મળ્યો હતો.

આ પછી તુષાર ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં ગયો. કરણ જોહર ત્યાં કો-જજ હતો. તેણે તુષારને ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં કામ કરવાની તક આપી. આ પછી તુષાર હાફ ગર્લફ્રેન્ડ, ઓકે જાનુ, કરીબ કરીબ સિંગલ અને ધડક જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફર રહી ચૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by fan tushar Kalia (@thetusharkalia_86)

Shah Jina