મનોરંજન

બીજીવાર પ્રેગ્નેટ છે રણબીર કપૂર સાથે ફ્લર્ટ કરવાવાળી આ હસીના, ‘યે જવાની હે દીવાની’માં ખૂબ કર્યો હતો રોમાન્સ

આલિયા ભટ્ટનો ઘરવાળો રણબીર કપૂર જેની પાછળ લટ્ટુ થઈને ફરતો એને આપી ખુશખબરી, ખુબ જ હોટ ફિગર ધરાવે છે, જુઓ તસવીરો

અયાન મુખર્જીની સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હે દીવાની’માં એક યાદગાર પાત્ર નિભાવનાર અભિનેત્રીએ હાલમાં જ તેની પ્રેગ્નેંસી એનાઉન્સ કરી છે. જણાવી દઇએ કે, આ હસીનાએ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર સાથે ઘણુ ફ્લર્ટ કર્યુ હતુ અને તેનો રોલ નાનો પણ યાદગાર હતો. આ અભિનેત્રી ‘યારિયાં’ જેવી ફિસ્મમાં પણ નજર આવી ચૂકી છે. ‘યે જવાની હે દીવાની’માં લારાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી એવલિન શર્મા ફરી એકવાર માં બનવાની છે. એવલિન બીજીવાર પ્રેગ્નેટ છે.

એવલિને સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથે બે તસવીરો શેર કરી તેની બીજી પ્રેગ્નેંસી અનાઉન્સ કરી છે. આ તસવીરોમાં એવલિનના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બેબી બંપવાળી તસવીરો શેર કરી અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ- હું હવે તને મારા ખોળામાં લેવા માટે બેતાબ છું. બીજું બેબી આવી રહ્યુ છે. એવલિના સેકન્ડ પ્રેગ્નેંસી એનાઉન્સ સાથે જ શુભકામનાઓનો સિલસિલો શરૂ થઇ ગયો. ચાહકો અને સેલેબ્સ એવલિનને શુભકામના પાઠવી રહ્યા છે.

લિસા હેડને પોસ્ટ પર કમેન્ટ કરી લખ્યુ- શુભકામના એવલિન, ઘણી જ ખૂબસુરત ખબર. નીલ નીતીશ મુકેશે લખ્યુ- માય ડિયરેસ્ટ મુબારક..ઘણી સારી ન્યુઝ છે. આ ઉપરાંત નેહા ધૂપિયા, એલી અવરામ સહિત અનેક સેલેબ્સ એવલિન શર્માને ગુડ વિશિસ આપી રહ્યા છે. ચાહકો અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે. એવલિને જૂન 2021માં તુષાન ભિંડી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ અભિનેત્રીએ નવેમ્બર 2021માં એક દીકરીને જન્મ આપ્યો હતો.

દીકરીના જન્મ બાદથી એવલિન પોતાની લિટલ પ્રિન્સેસ સાથે તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોને મધર-ડોટરના ખૂબસુરત બોન્ડથી રૂબરૂ કરાવતી રહે છે. ત્યારે હવે તે બીજીવાર માતા બનવાની છે. તે તેના જીવનમાં નાના મહેમાનના આવવાને લઇને ઘણી ખુશ અને એક્સાઇટેડ છે. એવલિન શર્માની વાત કરીએ તો, તે જર્મન મોડલ છે. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે.

એવલિને બોલિવુડમાં ફિલ્મ From Sydney with Loveથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે રણબીર કપૂર-દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હે દીવાનીમાં પણ યાદગાર કામ કર્યુ છે. તે બાદ તેણે નોટંકી સાલા, યારિયાં, મેં તેરા હીરો, કુછ કુછ લોચા હે સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ. હાલ તો અભિનેત્રી મધરહુડ એન્જોય કરી રહી છે.