ટીવીની ફેમસ અભિનેત્રીએ વર્ષ જતા જતા બિકિનીમાં દેખાડ્યું કર્યુ બ્રેસ્ટ કેન્સર સર્જરીનું મોટુ નિશાન, તમે પણ જુઓ

ટીવી સિરીયલો સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરનારી છવિ મિત્તલની આ વર્ષની શરૂઆતમાં જ બ્રેસ્ટ કેન્સર સર્જરી થઇ હતી. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી પોતાની સર્જરીનું નિશાન બતાવ્યુ છે. તેણે 2022માં પોતાનો અનુભવ શેર કરતા નવા વર્ષ પહેલા એક નોટ લખી. તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે કેમેરા સામે પોઝ આપતા સ્માઇલ કરતી જોવા મળે છે. આ દરમિયાન તેણ બેકલે બિકી પહેરી છે અને તેની પીઠમાં સર્જરીનું નિશાન દેખાઇ રહ્યુ છે.

તેણે તસવીરો શેર કરી લખ્યુ- આ છે જે મેં આ વર્ષે કમાયુ, એક નવું જીવન, પહેલાથી વધારે મજબૂત #breastcancersurvivor.જણાવી દઇએ કે, છવિ હવે કેન્સર ફ્રી થઇ ગઇ છે. ટ્રીટમેન્ટ દરમિયાન તેણે તેના દર્દને સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. છવિ મિત્તલ દ્વારા પોતાના બ્રેસ્ટ કેન્સર નિશાન ફ્લોન્ટ કરવા પર ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, વધારે ચાહકો તેના પર પ્રેમ લૂંટાવી રહ્યા છે. એકે લખ્યું- તમે ઘણું સન્માન, ઘણો પ્રેમ, ઘણું નસીબ અને ઘણી બધી શુભેચ્છાઓ મેળવી છે.

તે હંમેશા તમારી સાથે જ રહેશે, તમે અદ્ભુત દેખાઈ રહ્યા છો. બીજાએ લખ્યું- હંમેશની જેમ સુંદર અને મજબૂત મારા પ્રેમ, તમે બધા માટે પ્રેરણા છો, ભગવાન તમને હંમેશા ચમકતા અને હસતા રાખે. એકે લખ્યું- પોસ્ટની પાછળનો મેસેજ જુઓ, તે ઈચ્છે છે કે દરેક મહિલા તમારી કમાણી, સ્ટ્રેચ માર્કસની માલિક બને. ફક્ત માલિક બનો. વખાણ કરતી વખતે એકે લખ્યું- તમે સુંદર અદ્ભુત પ્રિય છો. તમારી આંખોની રોશની તમારી શક્તિને પ્રતિબિંબિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Chhavi Mittal (@chhavihussein)

મને હંમેશા પ્રેરણા આપવા બદલ આભાર. તમને જણાવી દઈએ કે છવી મિત્તલે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને પોતાની બ્રેસ્ટ કેન્સરની જર્ની વિશે જણાવ્યું હતું. છવી મિત્તલ વ્લોગર અને હવે કેન્સર સર્વાઈવર છે, તે લોકોને ફિટનેસ માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે. તેની યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તે ફિટનેસ અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો શેર કરે છે. છવી મિત્તલને છાતીમાં ઈજા થઈ ત્યારે તેને પ્રથમ વખત બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું.

વર્કઆઉટ દરમિયાન તેને ઈજા થઈ હતી. જ્યારે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને બ્રેસ્ટ કેન્સર હોવાની ખબર પડી. ત્યારબાદ છવી મિત્તલે તરત જ તેની સારવાર શરૂ કરાવી. છવી મિત્તલે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. છવી મિત્તલે ‘ઘર કી લક્ષ્મી બેટીયાં’, ‘તુમ્હારી દિશા’ અને ‘બંદિની’ જેવા ટીવી શો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે ફિલ્મ ‘એક વિવાહ ઐસા ભી’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chhavi Mittal (@chhavihussein)

Shah Jina