બોલિવુડના આ કલાકારે 70 વર્ષની ઉંમરે કર્યા હતા ચોથા લગ્ન, દીકરી કરતા પણ 4 વર્ષ નાની છે પત્ની

70 વર્ષની ઉંમરમાં કર્યા ચોથા લગ્ન, ઉંમરમાં દીકરીથી નાની પત્ની, વિવાદિત છે આ કલાકારની લવ લાઇફ

કબીર બેદી ભારતીય સિનેમાના એવા કલાકાર છે, જેમણે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઘણું કામ કર્યું છે. તેમની ગણતરી શાનદાર કલાકારોમાં થાય છે. કબીર બેદીએ હાલમાં જ 16 જાન્યુઆરીએ તેમનો 77મો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મ લાહોરમાં એક શીખ પરિવારમાં થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે કબીર બેદી તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેમના અંગત જીવન માટે ચર્ચામાં રહ્યા છે. શું તમને ખબર છે કે તેમણે ચાર લગ્ન કર્યા છે. કબીર બેદીના જન્મદિવસ પર તેમની લવ લાઈફ વિશે મહત્વપૂર્ણ વાતો આજે અમે તમેન જણાવીશું.

કબીર બેદીનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું. તેમની લવ લાઈફ હંમેશા હેડલાઈન્સમાં રહી છે. પરંતુ ચાહકોને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો જ્યારે કબીર બેદીએ 70 વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કર્યા અને તે પણ તેમનાથી 30 વર્ષ નાની ઉંમરની યુવતિ સાથે. કબીર બેદીના વિવાદાસ્પદ લગ્ન જીવન વિશે વાત કરીએ તો, તેમણે પ્રથમ લગ્ન વર્ષ 1969માં ઓડિસી ડાન્સર પ્રોતિમા સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો પૂજા બેદી અને પુત્ર સિદ્ધાર્થ હતા.

પરંતુ પછી પરવીન બાબી સાથે કબીર બેદીની નિકટતા વધવા લાગી અને કબીર બેદી અને તેમની પહેલી પત્ની વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું, પછી બંનેએ પોતાના માર્ગો છૂટા કરી લીધા. કબીર બેદીથી અલગ થયા બાદ પ્રોતિમાનું નિધન થયું હતું. પરવીન બાબીના કારણે કબીર બેદીના પહેલા લગ્નમાં ચોક્કસ તિરાડ પડી હતી, પરંતુ પરવીન બાબી સાથે કબીર બેદીનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી કબીર બેદીના જીવનમાં બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસેન હમ્ફ્રેસે પ્રવેશ કર્યો,

બંનેના લગ્ન થઈ ગયા પણ આ લગ્ન પણ વધારે લાંબો સમય ન ચાલી શક્યા અને પછી કબીર બેદીએ તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા. પરંતુ કબીર બેદી જીવનસાથીની શોધમાં હતા. બીજા લગ્ન તોડ્યા બાદ કબીર બેદીએ 1990માં ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા નિક્કી સાથે ત્રીજીવાર લગ્ન કર્યા. પરંતુ લગ્નના 15 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. ત્રીજા લગ્ન બાદ કબીર બેદીએ તેમની ગર્લફ્રેન્ડ પરવીન દોસાંજ સાથે તેમના 70માં જન્મદિવસે ચોથી વાર લગ્ન કર્યા હતા.

કબીર બેદી લગભગ દસ વર્ષ સુધી પરવીન દોસાંઝ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા, ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા અને પોતાના સંબંધોને નામ આપ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે કબીર બેદીની ચોથી પત્ની પરવીન દોસાંજ તેમની પુત્રી પૂજા બેદીથી લગભગ 3-4 વર્ષ નાની છે. પૂજા બેદી પોતાની દીકરીથી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા બદલ તેના પિતાથી ખૂબ નારાજ હતી. પણ કહેવાય છે કે પ્રેમમાં ઉંમરનો કોઈ ફરક નથી પડતો.

કબીર બેદીએ તેમના દિલની વાત સાંભળી અને તેઓ તેમની ચોથી પત્ની સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. એવું કહેવાય છે કે, કબીર બેદીની ચોથી પત્નીએ માતા બનવા માટે પોતાના એગ્સ ફ્રીઝ કર્યા હતા, જેથી માતા બનવામાં કોઈ મુશ્કેલી ન આવે. કબીરની પુત્રી પૂજા બેદી અને પરવીન વચ્ચે સારા સંબંધો નથી. પૂજા તેના પિતાના લગ્નમાં પણ આવી ન હતી.

Shah Jina