યુવરાજ સિંહની બહેન પર આવ્યુ હતુ રોહિત શર્માનું દિલ, ગ્રાઉન્ડમાં ઘૂંટણ પર બેસી કરી દીધુ હતુ પ્રપોઝ, યુવરાજે ધમકી આપી કહ્યુ હતુ- મારી બહેનથી દૂર રહેજે…

‘એ મારી બહેન…’ રિતિકા સાથે પહેલી મુલાકાત પર રોહિતને મળી હતી આ દિગ્ગજ ક્રિકેટરથી ધમકી, હિટમેને સંભળાવ્યો કિસ્સો

ભારતીય ખેલાડીઓ વિશે તમે ઘણી ચર્ચાઓ સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે એકવાર યુવરાજ સિંહે રોહિત શર્માને ધમકી આપી હતી. આ ધમકીનું કારણ બીજું કોઈ નહીં પણ રોહિતની પત્ની રિતિકા હતી. તમને આ સાંભળીને થોડું અજુગતું લાગ્યું હશે, પરંતુ જણાવી દઇએ કે , યુવી રિતિકાને રોહિત સાથે લગ્ન પહેલાથી જ ઓળખતો હતો અને બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે. રિતિકા અને રોહિત એકવાર પ્રમોશનલ શૂટ માટે મળ્યા હતા, જ્યાં યુવરાજ પણ હતો.

રોહિત કંઈ કરે અને વિચારે એ પહેલાં યુવરાજ રોહિત પાસે પહોંચી ગયો અને કહ્યું કે ‘તે મારી બહેન છે… તેનાથી દૂર રહેજે.’ ઉલ્લેખનીય છે કે, રિતિકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ઈવેન્ટ કંપની ચલાવે છે, જેના કારણે તેની અને યુવરાજ સિંહની મુલાકાત થઈ હતી. યુવી રિતિકાનો ક્લાયન્ટ હતો અને તેઓ કામ માટે મળતા હતા. સારી વાતચીત પછી યુવરાજે રિતિકાને બહેન માનવાનું શરૂ કર્યું અને રોહિતની પત્ની તેને રાખડી પણ બાંધે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સપ્ટેમ્બર 2015માં સ્પોર્ટ્સ મેનેજર રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા અને બંને હાલ પુત્રી સમાયરાના પેરેન્ટ્સ છે.

રોહિતે મુંબઈના બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં ઘૂંટણિયે બેસીને રિતિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, રોહિત શર્મા અને રિતિકાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ડેટિંગ અને લગ્ન પહેલા બંને વચ્ચે પ્રોફેશનલ સંબંધો હતા. ઘણા લોકોને ખબર નહીં હોય કે રિતિકા ડેશિંગ ક્રિકેટર યુવરાજ સિંહની રાખી બહેન છે. આટલું જ નહીં, યુવીએ રોહિતને મજાકમાં રિતિકાની દૂર રહેવાની ધમકી પણ આપી હતી. રોહિતે કહ્યુ- રિતિકા માત્ર સારા સમયમાં જ નહીં પરંતુ ખરાબ સમયમાં પણ એક મજબૂત સ્તંભ તરીકે સાથે ઉભી રહી.

અમે જ્યારે માત્ર મિત્રો હતા ત્યારે પણ તે હંમેશા મારા સમર્થનમાં હતી. રોહિતે રિતિકા સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું કે, એક શૂટ માટે અમે શૂટિંગ કરી રહ્યા હતા. આમાં પણ એક રમુજી વાર્તા છે. હું પણ આ વાત કહેતા થોડી શરમ અનુભવી રહ્યો છું. અમે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે હું 20 વર્ષનો હતો તેથી મને કોઈ ખ્યાલ નહોતો. હું ત્યાં પહોંચી ગયો જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. યુવરાજ અને ઈરફાન પઠાણ પણ ત્યાં હતા. હું યુવીને મળવા ગયો અને હાય કહ્યુ ત્યારે રિતિકા પણ ત્યાં બેસેલી હતી.

યુવીએ મને જોતા જ કહી દીધુ કે આ મારી બહેન છે, તેની તરફ જોતો પણ નહિ. તો મેં કહ્યુ- યુવી પા, હું તો તમને મળવા આવ્યો છું. રોહિતે આગળ કહ્યું, ‘આખા શૂટ દરમિયાન હું રિતિકાને ગુસ્સાથી જોઈ રહ્યો હતો કે આ કોણ છે યાર, કેટલો ઘમંડ છે. જ્યારે મારો શોટ આવી રહ્યો હતો, ત્યારે હું શું કહીશ તે વિશે હું ખૂબ જ નર્વસ હતો, તે જાણતો ન હતો કે તે બરાબર આવશે કે નહીં. કેટલાક સંવાદો એવા હતા જે મારે બોલવાના હતા. મેં બોલવાનો પ્રયત્ન કર્યો, બધું બરાબર ચાલ્યું.

પાછળથી ડાયરેક્ટર આવ્યા અને કહ્યું – સાહેબ, તમારું માઈક બંધ છે તેથી અમે કંઈ રેકોર્ડ કરી શક્યા નથી તમારે તે પરત કરવું પડશે. જ્યારે હું શોટ વચ્ચે નીચે ગયો ત્યારે રિતિકા ત્યાં હતી અને તેણે પ્રેમથી આવીને કહ્યું કે જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને જણાવો. આ અમારી પ્રથમ મુલાકાત અને વાતચીત હતી. આ પછી અમે મિત્રો બન્યા. આ પછી તે મારી મેનેજર બની. અમે સાથે કેટલાક શૂટ કર્યા. આ પછી અમારો સંબંધ ક્યારેય ખતમ થયો નથી.

Shah Jina