મેચ હાર્યા બાદ રોહિત શર્માએ લગાવી MI કેપ્ટન હાર્દિક પંડ્યાને ફટકાર ? બાજુમાં ઊભા રહેલ આકાશ અંબાણીનું રિએક્શન જોવાલાયક

રોહિત શર્માએ GT vs MI મેચ બાદ હાર્દિક પંડ્યાને લગાવી ડાંટ ? આકાશ અંબાણીનું રિએક્શન થયુ વાયરલ

24 માર્ચ રવિવારે IPL 2024ની 5મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન બધાની નજર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પર હતી. વાસ્તવમાં, આ વર્ષે MIએ હિટમેન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી આ જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપી છે. લોકો એ જોવા માંગતા હતા કે મેચ દરમિયાન આ બંને ખેલાડીઓ વચ્ચે કેવી કેમેસ્ટ્રી રહે છે.

મેચ દરમિયાન ઘણી વખત રોહિત હાર્દિકને સૂચનો આપતો જોવા મળ્યો હતો, જ્યારે ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે ફિલ્ડિંગ સેટિંગને કારણે પંડ્યા બાઉન્ડ્રીની આસપાસ રોહિતને ભગાવી રહ્યો હતો. સામાન્ય રીતે રોહિત 30 યાર્ડના સર્કલની અંદર મેદાનમાં ઉતરે છે, પરંતુ હાર્દિકે તેને બાઉન્ડ્રી પર પણ મેદાનમાં ઉતાર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શક્યું નહિ પરંતુ મેચ બાદ રોહિત શર્મા હાર્દિક પંડ્યાને ઠપકો આપી રહ્યો હોય એવું દ્રશ્ય જોવા મળ્યુ. GT vs MI મેચ બાદ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં જોવા મળે છે કે હાર્દિક પંડ્યા પાછળથી આવી રોહિત શર્માને ગળે લગાવે છે, જો કે ત્યારબાદ રોહિત તેને કોઈ વાત પર ઠપકો આપવા લાગે છે.

આ દરમિયાન ટીમના માલિક આકાશ અંબાણીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમનો કોઈ ખેલાડી અડધી સદી ફટકારી શક્યો નહિ પરંતુ સાંઈ સુદર્શને 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને શુભમન ગિલે 31 રનની ઇનિંગ્સ રમી. જ્યાં MI માટે જસપ્રિત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 4 ઓવરના ક્વોટામાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

169 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને સારી શરૂઆત મળી ન હતી કારણ કે ઓપનર ઈશાન કિશન આઉટ થઈ ગયો હતો. પ્રથમ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી રોહિત શર્મા (43) સાથે નમન ધીર (20) અને ડેવાલ્ડ બ્રેવિસ (46) સાથે મળીને ટીમને 100થી આગળ લઈ ગઈ હતી. 16મી ઓવરમાં જ્યારે બ્રુઈસ આઉટ થયો ત્યારે MIને જીતવા માટે 25 બોલમાં 40 રનની જરૂર હતી.

મેચ મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં હતી, પરંતુ આ પછી ગુજરાત ટાઈટન્સે એવું કમબેક કર્યું કે મુંબઈને 6 રનથી હરાવ્યું. હાર્દિક પંડ્યા અને ટિમ ડેવિડ મેચ પૂરી કરવામાં નિષ્ફળ ગયા અને MIને ટુર્નામેન્ટની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. આ પછી મુંબઇની બીજી મેચ 27 માર્ચે રમાઇ હતી જે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતી, પરંતુ આ મેચમાં પણ MIને હારનો સામનો કરવો પડ્યો.

Shah Jina