અજબગજબ

27 લાખના જૂતાં જોઈ ઋષિ કપૂરની આંખો પહોળી થઈ ગઈ, બાપ રે ફાયદા જોઈ રહી જશો હેરાન

રણબીર કપૂરના પિતા અને અભિનેતા ઋષિ કપૂર હાલના સમયે ન્યુયોર્કમાં પોતાના કેન્સરના ઈલાજ માટે ગયેલા છે. આગળના 9 મહિનાથી તે ન્યુયોર્કમાં જ છે. જો કે સમયાંતરે કપૂર પરિવાર તથા અન્ય બૉલીવુડ સેલેબ્સ તેના હાલચાલ જાણવા માટે ન્યુયોર્ક જાતા રહે છે. અમુક દિવસો પહેલા જ અભિનેત્રી ઐશ્વર્યા રાઈ પતિ અભિષેક અને દીકરી આરાધ્યાની સાથે ઋષિ કપૂરને મળવા માટે ન્યુયોર્ક પહોંચ્યા હતા. જો કે તેની તબિયતમાં પહેલા કરતા ઘણો સુધારો છે અને તે જલ્દી જ ભારત પાછા ફરી શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

જો કે ન્યુયોર્કમાં હોવા છતાં પણ ઋષિ કપૂર સોશિયલ મીડિયા મારફતે પોતાના ફૈન્સ સાથે જોડાયેલા રહે છે.લોકપ્રિયતા અને અમીરીની બાબતમાં ઋષિ કપૂર કોઈથી પાછળ નથી. પણ ન્યુયોર્કમાં એક જૂતાના દુકાનમાં ઋષિ કપૂર પહોંચ્યા તો જૂતાની કિંમત જાણીને હેરાન જ રહી ગયા હતા. તેની કિંમત એટલી બધી વધારે હતી કે ઋષિ કપૂરે તેને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યુ અને જૂતાની કિંમતને જોઈને પોતાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

❤❤

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

જો કે બૉલીવુડ કિરદારો મોટાભાગે સ્ટાઈલિશ અને બ્રાંન્ડેડ વસ્તુઓ ખરીદતા કે પહેરેલા જોવા મળે છે પણ આ જૂતાની કિંમત એટલી વધારે હતી કે તેને જોઈને ઋષિ કપૂર પોતે જ હેરાન રહી ગયા હતા.ઋષિ કપૂરે જણાવ્યું કે જૂતાની આ દુકાન ન્યુયોર્કમાં સૌથી મોટી દુકાનોમાની એક છે.આ દુકાનમાં 12,000 થી પણ વધારે જૂતાની વેરાઈટી છે, ઋષિ કપૂરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે-‘સૌથી મોટી સ્નીકર સ્ટોર.હું હેરાન છું કે તેની કિંમત 27 લાખ, 18 લાખ,13 લાખ અને 3 લાખ સુધી છે’.

Image Source

આ સ્ટોરમાં જૂતાની કિંમતની શરૂઆત 5000 ડોલર એટલે કે 3.4 લાખ રૂપિયાથી લઈને 40,000 ડોલર એટલે કે 27 લાખ રૂપિયા સુધી છે.ઋષિ કપૂરે પોતાના એકાઉન્ટ પર તેની તસ્વીર પણ પોસ્ટ કરી છે જેમાં ઓટી સંખ્યામાં સ્ટાઈલિશ જૂતાઓ દેખાઈ રહ્યા છે.

તસ્વીરને શેર કરતા ઋષિ કપૂરે કહ્યું કે,’આ જૂતાને ઝૂમ કરીને તેની કિંમત જુઓ. તેને જોઈને યાદ આવી રહ્યું છે કે…જૂતા સોનાના હોય કે ચાંદીના,પહેરવાના તો પગમાં જ છે ને. પાગલપન છે આ”.

હાલ ઋષિ કપૂર ન્યુયોર્કમાં પોતાનો ઈલાજ કરાવાની સાથે સાથે પરિવાર,રણબીર કપૂર અને જમાઈ ભરત સાહની સાથે પણ સમય વિતાવી રહ્યા છે.તેઓની ઘણી તસ્વીરો પત્ની નીતુ સિંહે પોતાના એકાઉન્ટ પર શેર કરેલી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks