મનોરંજન

બોલીવુડના 7 સૌથી અમીર પરણિત હીરો હીરોઇનો…6 નંબર જોડી 6000 કરોડ છાપી ચુકી છે

બોલિવૂડમાં ઘણી એવું હસ્તીઓ છે કે જેમને ખૂબ જ મહેનત કરીને એક અલગ જ મુકામ પ્રાપ્ત કર્યું છે અને સફળતાને પણ નામે કરી છે. સફળતાની સાથે સાથે તેમને ઘણા પૈસા પણ પોતાના નામે કર્યા છે. આ હસ્તીઓની ઓળખ આજે વિશ્વમાં છે અને તેમને કોઈ પણ પ્રકારની ઓળખાણની જરૂર પડતી નથી. તેમને ઘણા પૈસા કમાયા છે અને પોતાના નામે સારી એવી સંપત્તિ ભેગી કરી છે. ત્યારે આજે જાણીએ બોલિવૂડની એવી જોડીઓ વિશે કે પતિ-પત્નીની કુલ સંપત્તિ જાણીને તમે ચોંકી જશો –

જાણો આ દિગજ્જ સિતારાઓની ચોંકાવી દેનાર સંપત્તિ વિશે –

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના –

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર સફળ અભિનેતા છે. તેની પત્ની ટ્વિંકલ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી છે અને એક અભિનેત્રી પણ છે. એવું કહેવામાં આવે છે કે આ દંપતીની સંપત્તિ લગભગ 1000 કરોડ રૂપિયા છે.

Image Source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી –
અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રી છે, તો વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના ટોચના બેટ્સમેનમાંથી એક છે. આ બંનેની કુલ સંપત્તિ 1000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

Image Source

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા –
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા એક જાણીતા બિઝનેસમેન છે. આ દંપતીની સંપત્તિ આશરે 400 મિલિયન ડોલર એટલે કે 2700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Image Source

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર –
વિદ્યા બાલને જાણીતા ફિલ્મમેકર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. વિદ્યા બોલિવૂડની સફળ અભિનેત્રી છે, તો સિદ્ધાર્થ ફિલ્મોના નિર્માણ ઉપરાંત તે ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાનો પણ ભાગ છે. આ દંપતીની સંપત્તિ 3000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન –
બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો હજી પણ બોલીવુડમાં સિક્કો ચાલે છે. તો જયા બચ્ચન પણ બોલિવૂડની ટોચની અભિનેત્રી અને સાથે સાથે સાંસદ પણ રહી ચુકી છે. બંને હસ્તીઓની કુલ સંપત્તિ લગભગ 3700 કરોડ હોવાનું કહેવાય છે.

Image Source

શાહરૂખ ખાન અને ગૌરી ખાન –
સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે. એક તરફ શાહરૂખ ખાન એક જાણીતા અભિનેતા છે, જ્યારે ગૌરી જાણીતી નિર્માતા અને ફેશન ડિઝાઇનર છે. એક રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ 6000 કરોડ છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા –
બોલિવૂડ અભિનેત્રી રાની મુખરજી એક સફળ અભિનેત્રી છે, જ્યારે આદિત્ય ચોપડા એક મોટા પ્રોડક્શન હાઉસની માલિકી ધરાવે છે. રિપોર્ટ અનુસાર આ દંપતીની કુલ સંપત્તિ 6000 કરોડ છે.