ફિલ્મી દુનિયા

રિયાના મોબાઈલે ખોલી નાખી સૌથી મોટી પોલ, ડ્રગ્સ તો લેતી જ અને સાથે ખરીદ અને વેચાણમાં…જાણો વિગત

સુશાંત સિંહ રાજપુતના મોતને મામલે ડ્રગ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ હવે રિયા ચક્રવર્તી પર સંકજો કસી રહી છે.

Image source

સૂત્રોના જણાવ્યા અનુસાર, મની લોન્ડરિંગની તપાસ દરમિયાન કેન્દ્રીય એજન્સીએ રિયાના મોબાઈલમાં NDPS એક્ટમાં થનારી ડ્રગ્સની સપ્લાઈ, તેનું સેવન, તેની ખરીદીમાં રિયાની સંડોવણી સામે આવી છે. સીબીઆઈ દ્વારા આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે તેના ફોનનો ક્લોન તૈયાર કર્યો હતો. જેમાં ડ્રગ્સથી જોડાયેલી જાણકારી સામે આવી છે.

Image source

આ કેસમાં સંબંધિત તમામ દસ્તાવેજો હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવ્યા છે. રિયાની વોટ્સએપ ચેટની તપાસમાં, રિયા ચક્રવર્તીને ડ્રગ્સની સપ્લાય, ખરીદ-વેચાણ અને વપરાશના કાવતરામાંનો હિસ્સો હોવાનું  જાણવા મળ્યું છે. તેથી, NDPS એક્ટની કલમ 20 (બી) / 22/27/28/29 હેઠળ, રિયા ચક્રવર્તી વિરુદ્ધ મામલો બને છે.

Image source

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ટીમને રિયા ચક્રવર્તીનાં ઘરથી કોઈ વિશેષ પુરાવા હાથ ના લાગતા છતાં આ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.