સુશાંત સિંહ કેસની બાબતમાં એન્ગલમાં ફસાયાએલી રિયા ચક્રવર્તી અને ભાઈ શૉવિક જેલમાંથી બહાર આવ્યા પછી ધીમે ધીમે ફરીથી પોતાનું નોર્મલ જીવન જીવવા લાગ્યા છે. અવાર નવાર રિયા પોતાના ભાઈ શૉવિક સાથે આઉટિંગ કરતી જોવા મળે છે.

એવામાં તાજેતરમાં જ રિયા ભાઈની સાથે જીમની બહાર જોવા મળી હતી. આ સમયે તે મીડિયાના કેમેરાથી બચી શકી ન હતી. બંને ભાઈ-બહેનની તસવીરો સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ રહી છે. આ તે જ જિમ છે જ્યા એક સમયે રિયા સુશાંત સિંહ રાજપૂત સાથે જતી હતી.

જીમની બહાર રીયાનો એકદમ કૈજ્યુઅલ લુક જોવા મળ્યો હતો, આ સમયે રિયાએ પિન્ક ટોપ અને મિલેટ્રી પ્રિન્ટ જેગિંગ્સ પહેરી રાખી હતી. આ આઉટફિટની સાથે રિયાએ બ્લેક માસ્ક, સાઈડ ક્રોસ પર્સ અને સ્લીપર પહેરી રાખ્યા હતા. જ્યારે શૉવિક બ્લેક શર્ટ અને વ્હાઇટ શોર્ટમાં જોવા મળ્યો હતો.

જો કે તેના પહેલા પણ રિયા-શૉવિક જીમની બહાર સ્પોટ થયા હતા. આ સમયે બંન્નેએ મીડિયા સામે કોઈ જ વાત કરી ન હતી અને સીધા જ પોતાની કારમાં બેસી ગયા હતા. જો કે એક ફોટોગ્રાફરે પૂછ્યું કે તમે કેમ છો મેડમ તો જવાબમાં રિયાએ કહ્યું હતું કે બસ ઠીક થઇ રહી છું.

જણાવી દઈએ કે સુશાંત સિંહની કથિત ગર્લફ્રેન્ડ રિયા સુશાંતના નિધન પછીથી ચર્ચામાં આવી હતી. અને એન્ગલમાં નામ આવ્યા પછી તેની અને શૉવિકની ધરપકડ કરવામાં આવી હતી.રિયાને ઓક્ટોબર મહિનામાં અને શૉવિકને ડિસેમ્બરમાં બેલ મળી હતી.