મનોરંજન

હોસ્પિટલમાંથી રજા મળતા ઘરે પહોંચેલા રેમો ડિસુઝાનું થયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસુઝાને થોડા દિવસ પહેલા જ હાર્ટ એટેક આવ્યું હતું, જેના કારણે તમેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો થવાના કારણે તેમને હોસ્પિટલાંથી રજા આપી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

રેમો ડિસુઝાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતનો વીડિયો રેમોએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

આ વીડિયોની અંદર રેમો ડિસુઝા પોતાના ડાન્સ અંદાજમાં જોવા મળે છે. ઘરમાં તેમનું કેવી રીતે સ્વાગત થઇ રહ્યું છે તે જોઈ શકાય છે. સાથે રેમો પણ ખુબ જ ખુશ નજર આવી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડની અંદર ગણપતિ બાપ્પાનું ભજન પણ સંભળાઈ રહ્યું છે. આ વીડિયોના કેપશનમાં રેમોએ લખ્યું છે, “બધા જ પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર. હું પાછો આવી ગયો છું.”

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)