જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં બનતી રોટલીના આ ઉપાયોથી તમે બદલી શકો છો તમારું ભાગ્ય, વાંચો કેવા છે આ ચમત્કારિક ઉપાય

સેકન્ડની અંદર તમારું ભાગ્ય ખુલી જશે, બસ આટલું કરો

આપણા ધાર્મિક ગ્રંથોમાં “પહેલી રોટલી ગાયને” એવું આપણે હંમેશા સાંભળ્યું હશે, આપણા વડીલો પણ આપણને આ વાતની શિખામણ હંમેશા આપતા હોય છે. શાસ્ત્રોમાં પણ રોટલીને લઈને ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમે કરો છો તો તેની સીધી અસર તમારા ભાગ્યમાં પડી શકે છે. તમારા કુંડળીમાં રહેલા કેટલાક દોષ પણ તમે આ રોટલીના સામાન્ય ઉપાયો દ્વારા દૂર કરી શકો છો, તો ચાલો જાણીએ રોટલીના કેટલાક સરળ ઉપાયો જે તમારું ભાગ્ય બદલાવી શકે છે.

Image Source

દિવસની પહેલી રોટલીનો ઉપાય:
ઘરમાં દિવસ દરમિયાન બનતી પહેલી રોટલીના ચાર ટુકડા કરવા, એ ચારેય ટુકડા ઉપર ખાંડ, ગોળ અથવા ખીર લગાવવી. એ ચાર ટુકડામાંથી પહેલો ટુકડો ગાયને ખવડાવવો, બીજો ટુકડો કુતરાને ખવડાવવો, ત્રીજો ટુકડો કાગડાને આપવો અને ચોથો ટુકડો કોઈ ગરીબને ખવડાવવો. આમ કરવાથી તમારી કુંડલીના ઘણા દોષ દૂર થશે, કૂતરાને રોટલી ખવડાવવાથી જીવનમાં શત્રુઓનો ભય દૂર થાય છે, કાગડાને રોટલી ખવડાવવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે અને ગરબાને રોટી ખવડાવવાથી જીવનમાં આવેલી દરિદ્રતા દૂર થાય છે.

દિવસથી છેલ્લી રોટલીનો ઉપાય:
તમારા જીવનમાં પણ શનિની મહાદશા હોય અને રાહુ-કેતુ જેવા ગરાહોનો પ્રભાવ પણ તમારા જીવનમાં વ્યાપેલો હોય તો દિવસમાં બનતી છેલ્લી રોટલીનો ઉપાય એ દૂર કરી શકે છે. દિવસમાં તમારા ઘરમાં બનતી છેલ્લી રોટલી ઉપર સરસવનું તેલ લગાવીને તેને કોઈ કાળા કૂતરાને ખવડાવી દેવી જેનાથી તમારા જીવનમાં ગ્રહોનો રહેલો દુષ્પ્રભાવ દૂર થશે.

Image Source

આ લોકોને રોટલી જરૂર ખવડાવવી:
ભુખ્યાને ભોજન કરાવવું એ આપણી પરંપરા છે. તો તમારા ઘરે દિવસ દરમિયાન જે પણ ગરીબ-ભિખારી કે કોઈ અતિથિ આવી ચઢે છે તો તેને જમવામાં રોટલી જરૂર ખવડદાવો, તમારા જમતા સમયે પણ કોઈ અજાણ્યું વ્યક્તિ આવી ચઢે છે તો તેને પણ જમવા બેસાડો.

Image Source

સફળતા મેળવવા કરો આ ઉપાય:
ઘણીવાર અપાર મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી ત્યારે રોટલીનો આ ઉપાય તમારા માટે ચમત્કારિક સાબિત થઇ શકે છે. ઘરે બનાવેલી રોટલીને મસળી તેની અંદર ખાંડ ઉમેરી તેનો ભુક્કો કીડીઓના દરની અંદર નાખવાથી તમારા જીવનમાં આવતી તમામ અડચણો દૂર થશે અને તમને સફળતાનો નવો રસ્તો પણ મળશે.

Image Source

ગૃહ કંકાશ દૂર કરવા માટે:
તમારા ઘરમાં પણ ક્લેશ થતો હોય અને નાની નાની વાતોમાં પણ ઝગડા થતા હોય તો તમારે અવશ્ય રોટલીનો આ ઉપાય કરવો જોઈએ. તમે જયારે પણ રોટલી બનાવો ત્યારે તેમાંથી પહેલી રોટલી ગાયને ખવડાવવી અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ જેનાથી તમારા ઘરમાં પણ શાંતિ બનેલી રહેશે.