ખબર

નીતા અંબાણીએ કરી મોટી જાહેરાત: રિલાયન્સના તમામ કર્મચારીઓ અને પરિવારજનોને આપી આ મોટી ખુશખબર

કોરોના વાયરસની મહામારીના કારણે આખી દુનિયા મુશ્કેલીમાં છે ત્યારે ભારત સમેત ઘણા દેશોની અંદર કોરોના વેક્સિનનું રસીકરણ પણ શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન જ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

નીતા અંબાણીએ જણાવ્યું કે છે કે રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારજનોની કોરોના વેક્સિનનો ખર્ચ રિલાયન્સ દ્વારા ઉઠાવવામાં આવશે.

નીતા અંબાણીએ નિવેદન બહાર પાડતા કહ્યું છે કે “બધાના સમર્થનથી આપણે જલ્દી જ આ મહામારીને ખતમ કરીશું. પરંતુ ત્યાં સુધી સાવધાની રાખતા રહો. આપણે હવે આ લડાઈના છેલ્લા ચરણમાં છીએ. આપણે જીતીશું.”

તેમને એમ પણ જણાવ્યું કે “મુકેશ અંબાણી અને મેં નિર્ણય કર્યો છે કે અમે રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યોને મફતમાં વેક્સીન આપીશું.”

આ સાથે જ નીતા અંબાણીએ કર્મચારીઓને અપીલ પણ કરી છે કે જે લોકો વેક્સીન લગાવવા ઈચ્છે છે તે લોકો જલ્દીમાં જલ્દી વેક્સીનના માટે બનાવવામાં આવેલા સરકારી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવે. જેના કારણે જેમ બને તેમ જલ્દી આ મહામારીથી પીછો છોડાવી શકાય. રસીકરણનું બીજી ચરણ એક માર્ચથી શરૂ થઇ ગયું છે.