રસોઈ

એકદમ સરળ રીતથી બનાવો વેજીટેબલ ફ્રેન્કી, બધા જ ચટ કરી જશે આ ઘરે બનેલી વાનગી

આપણા ઘરોમાં એક સમસ્યા હંમેશાથી બનેલી છે, કે બાળકોને બધા જ શાકભાજી ભાવતા નથી, પણ તેમના પોષણ માટે તો શાકભાજી ખાવા જરૂરી છે. ત્યારે દરેક મમ્મીને એક સવાલ જરૂર થતો હશે કે કઈ રીતે પોતાના બાળકોને શાકભાજી ખવડાવવામાં આવે. ત્યારે આવી મમ્મીઓ માટે આજે હાજર છે વેજેટીબલ ફ્રેન્કીની રેસિપી, જેમાં શાકભાજી પણ છે અને રોટલી પણ છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માટે પોતાના બાળકોને શાકભાજી ખવડાવવા માટે બનાવો વેજીટેબલ ફ્રેન્કી, એ માટે નોંધી લો રેસિપી –

Image Source

સામગ્રી –

 • ઘઉંનો લોટ – ૧૬૦ ગ્રામ
 • મેંદો – ૪૫ ગ્રામ
 • મીઠું – 1 ચમચી
 • ગરમ પાણી – ૧૨૦ મિલી
 • તેલ – 20 મિલી
 • લસણ – ૧ ચમચી
 • લીલી ડુંગળી – ૧ ચમચી
 • ડુંગળી – ૭૦ ગ્રામ
 • કોબીજ – ૭૫ ગ્રામ
 • ગાજર – ૭૦ ગ્રામ
 • કેપ્સિકમ – ૨૧૦ ગ્રામ
 • મરી પાવડર – ૧/૨ ચમચી
 • સોયા સોસ – ૧ ચમચી
 • સરકો – ૧ ચમચી
 • માયોઝીન – ૭૦ ગ્રામ
 • કેચપ – ૨ ચમચી

રીત –

Image Source

સૌથી પહેલા એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, ૧/૨ ચમચી મીઠું, તેલ, અને ગરમ પાણી નાખીને લોટ બાંધી લો અને ૧૫-૨૦ મિનિટ માટે મૂકી દો. પછી એક પેનમાં ૨૦ મીલીલીટર તેલ ગરમ કરો અને એમાં લસણ અને લીલા મરચા નાખીને શેકો.
પછી ડુંગળી નાખીને શેકો, હવે તેમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ નાખીને સારી રીતે મિક્સ કરો. આ બધા જ શાકભાજીને માધ્યમ આંચ પર ૫-૭ મિનિટ માટે પકાવો, પછી એમાં મીઠું, મરી પાવડર, સોયા સોસ અને સરકો નાખીને સારી રીતે મિક્સ કરો.

પછી તેને માધ્યમ આંચ પર ૫-૭ મિનિટ માટે થવા દો, પછી એને ગેસ પરથી ઉતારી લો અને બાજુ પર મૂકી દો. હવે એક વાટકામાં મેયોનીઝ અને કેચપ મિક્સ કરીને તેને એક બાજુ મૂકી દો.

હવે પહેલા લોટ બાંધીને મુક્યો હતો એ લોટની પાતળી રોટલી વણી લો અને શેકી લો. હવે રોટલીને એક પ્લેટમાં લો અને એના પર મેયોનીઝ લગાવો અને પછી એના ઉપર તૈયાર કરીને મૂકેલું શાકભાજી પથારો અને પછી રોલ બનાવી દો.

હવે આ રોલને એલ્યુનીમિયમ ફોઈલમાં લપેટી લો અને ગરમ-ગરમ પીરસો. આપના પરિવારના દરેક સભ્યને આ ફ્રેન્કી જરૂરથી ભાવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.