રસોઈ

માર્કેટમાં મળે એવી ખારી સીંગ બનાવો ઘરે, નોંધી લો ખારી સીંગ બનાવવાની સંપૂર્ણ રીત

આપણે ત્યાં મગફળીના દાણા સીંગ ખાવાનું એક અલગ જ ચલણ છે. સીંગદાણા સ્વાદમાં સારા અને તેમાં ઘણા પોષક તત્વો હોય છે. સીંગદાણામાં મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન્સ બધું જ ભરપૂર માત્રામાં મળે છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સીંગદાણાને જુદા-જુદા પ્રકારે ખાઈ શકાય છે. જેમાં ખારી સીંગ ઘણી પ્રખ્યાત છે. ખારી સીંગ ઘરે પણ બની જાય છે. એ પણ આસાનીથી. તો નોંધી લો રેસિપી –

સામગ્રી

  • સીંગ દાણા 150 ગ્રામ
  • પાણી 500 મિલી
  • મીઠુ 1 કપ શેકવા માટે
  • મીઠુ 2 ચમચી

રીતસૌપ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકી દો પછી એમાં સીંગદાણા એડ કરી બાફી લો પછી
એને ગરની વડે પાણી કાળી લો અને કોરા કરી લો પછી એમાં 1 ચમચી મીઠુ એડ કરી મિક્સ કરી લો પછી ફરી એક પેન લો એમાં મીઠુ એડ કરી ગરમ થવા દો પછી એમાં બાફેલા સીંગદાણા એડ કરો પછી એને બરોબર સેકી લો જ્યાં સુધી મીઠુ કોરું ના પડી જાય ત્યાં સુધી સેકાવા દો જેમ જેમ શેકતા જશો એટલે મીઠુ જે ચોટ્યું હશે એ નીકળી જશે પછી એક ચારણી વડે મીઠુ અને સીંગદાણા અલગ કરી લો તો તૈયાર છે ખારી સીંગ જરૂર થી બનાવજો ભૂલતા નઈ રેસીપી કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks