૨ અને ૪ નંબર વિશે વાંચીને કહેશો કે મહિલાઓ વિશે બોલેલી આ સાચી જ વાત છે
રામાયણ વિશેતો દરેક વ્યક્તિ જાણે જ છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જે તમને આજે પણ નહિ ખબર હોય. શ્રી રામચરિત માનસ અનુસાર સીતાહરણ બાદ જયારે ભગવાન શ્રી રામ વાનર સેનાએ સહીત સમુદ્ર પાર કરીને જયારે લંકા પહોંચ્યા હતા ત્યારે મંદોદરી ખુબ જ ડરી ગઈ હતી અને તે રાવણને સમજાવવા લાગી કે યુદ્ધ ના કરે અને શ્રીરામ પાસે માફી માંગી અને સીતાજીને પાછા સોંપી દે. આ વાત ઉપર રાવણે મંદોદરીનો મજાક બનાવતા કહ્યું હતું કે… “नारि सुभाऊ सत्य सब कहहीं। अवगुन आठ सदा उर रहहीं।, साहस अनृत चपलता माया। भय अबिबेक असौच अदाया। ”
આ દોહાની અંદર રાવણે મંદોદરીને સ્ત્રીઓના 8 અવગુણો વિશે જણાવ્યું હતું. જે આજે અમે તમને જણાવીશું.
1. બહુ જ વધારે સાહસ:
રાવણના જણાવ્યા અનુસાર સ્ત્રીઓમાં સાહસ ખુબ જ વધારે હોય છે. જેના કારણે સ્ત્રીઓ ઘણીવાર એવા કામ કરી બેસે છે જેના કારણે તેને અને તેના પરિવારને પછ્તાવું પડે છે.
2. ખોટું બોલવું: સ્ત્રીઓ વાતે વાતે ખોટું બોલે છે. આ આદતના કારણે મોટાભાગે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેય પણ ખોટું વધારે લાંબો સમય સુધી નથી ટકતું. સત્ય એક દિવસ સામે જરૂર આવી જાય છે.
3. ચંચળતા: સ્ત્રીઓનું મન પુરુષ કરતા વધારે પ્રમાણમાં ચંચળ હોય છે. જેના કારણે કોઈપણ એક વાત ઉપર લાંબો સમય ટકી નથી શકતી. પળ-પળમાં સ્ત્રીઓના વિચારો બદલાય છે. જેના કારણે તે મોટાભાગની પરિસ્થિતિઓમાં સાચો નિર્ણય નથી લઇ શકતી.
4. માયા રચના: સ્ત્રીઓ પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે કોઈપણ પ્રકારની માયાની રચના કરે છે. કોઈપણ વ્યક્તિ પાસે પોતાનું કામ કરાવવું માટે અલગ અલગ પ્રાલોભન આપે છે. રિસાય છે, મનાવે છે. આ બધું જ માયા છે. જો કોઈ પુરુષ આ માયામાં ફસાઈ જાય છે તો તે સ્ત્રીના વશમાં આવી જાય છે.
5. ડરપોક હોવું: ક્યારેક ક્યારેક સ્ત્રીઓ જરૂરિયાત કરતા વધારે જ ડરી જાય છે અને તેના કારણે જ તેમના દ્વારા કરવામાં આવેલા ઘણા કામ બગડી જાય છે. સ્ત્રી બાહરી રીતે સાહસ બતાવે છે. પરંતુ તેમના મનમાં ભય હોય છે.
6. અવિવેકી સ્વભાવ એટલે કે મૂર્ખતા:
કેટલીક પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ અવિવેકી સ્વભાવના કારણે મૂર્ખતા ભરેલા કામ કરી દે છે. વધારે સાહસ હોવાના કારણે અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે એવા એવા કામ કરી બેસે છે કે જે ભવિષ્યમાં મૂર્ખતાપૂર્ણ સિદ્ધ સાબિત થાય છે.
7. નિર્દયતા:
રાવણના જણાવ્યા અનુસાર સાતમી વાત છે નિર્દયતા એટલે કે સ્ત્રી જો નિર્દય બની જાય તો તે પુરુષને પણ પાછળ છોડી શકે છે.
8. અપવિત્રતા:
કેટલીક સ્ત્રીઓમાં અપવિત્રતા એટલે કે સાફ-સફાઈનો અભાવ હોય છે. આ પણ મહિલાઓમાં મળી આવનારો એક અવગુણ છે.