ખબર

જેને તમારા માટે કામ કર્યું, તેને વરસાદમાં રહેવા માટે છોડી દીધા- શું તમે આમને નોકરીમાંથી કાઢી મુકશો?

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. આ કારણે ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

Image Source

રતન ટાટાએ કંપનીઓ દ્વારા નોકરીમાંથી કાઢી નાખવામાં આવેલી અગણિત ઘટનાઓ અંગે કહ્યું કે એવું લાગે છે કે જાણે કંપનીઓના ઉચ્ચ નેતૃત્વમાં સહાનુભૂતિનો અભાવ છે. ટાટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તે લોકો છે કે જેમણે કંપની માટે કામ કર્યું છે. તેણે પોતાની આખી કારકીર્દિ કંપનીમાં સમર્પિત કરી છે. સંકટ સમયે તમે તેમને ટેકો આપવાને બદલે તેમને બેરોજગાર બનાવી રહ્યા છો.

ટાટાએ ઉદ્યોગના ટોચના નેતાઓને પૂછ્યું કે આ સમયે તમારી ફરજ શું છે. તમારા માટે નૈતિકતાની શું વ્યાખ્યા શું છે જે તમારા કર્મચારીઓને આ રીતે વર્તી રહ્યું છે? ટાટા જૂથની વાત કરીએ તો, ગ્રુપની કોઈ પણ કંપનીમાં છટણી થઇ નથી. જો કે, ટોચનાં મેનેજમેન્ટના પગારમાં 20% સુધીનો ઘટાડો થયો છે.

Image Source

ટાટાએ વધુમાં કહ્યું કે નફો કમાવવું ખોટું નથી. પરંતુ આ કાર્ય નૈતિક રીતે કરવું તે પણ મહત્વપૂર્ણ છે. આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે નફો મેળવવા માટે શું કરી રહ્યા છો. કંપનીઓએ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે નફો કરતી વખતે ગ્રાહકો અને શેરહોલ્ડરોમાં શું મૂલ્ય ઉમેરવામાં આવે છે. આ તમામ પાસાઓ મહત્વપૂર્ણ છે. વર્તમાન પરિસ્થિતિમાં મેનેજરોએ પોતાને તે સવાલ પૂછવાનું ચાલુ રાખવું જોઈએ કે તેઓ જે નિર્ણય લઈ રહ્યા છે તે યોગ્ય છે કે નહીં.

Image source

રતન ટાટાએ ત્યાં સુધી કહ્યું હતું કે, કંપની લાંબા સમય સુધી ટકી શકે નહીં, જે તેના લોકો પ્રત્યે સંવેદનશીલ નથી. તેમણે ધંધા વિશેની વિચારસરણી જણાવી અને કહ્યું કે ધંધાનો અર્થ માત્ર નફો કરવો જ નથી. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી સાથે સંકળાયેલા હોદ્દેદારો, ગ્રાહકો અને કર્મચારીઓના હિતોને પણ ધ્યાનમાં લેવું જોઈએ.

Image Source

Image Sourceટાટા જૂથની કંપનીઓમાં એરલાઇન્સ, હોટલ ઉદ્યોગો, નાણાકીય સેવાઓ, ઓટો બિઝનેસ શામેલ છે. આ તે ક્ષેત્રો છે જ્યાં કોરોના રોગચાળો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ઉડ્ડયન અને હોટલ ઇન્ડસ્ટ્રીઝથી બધા લોકો વાકેફ છે. ઓટો સેક્ટરની પણ આવી જ હાલત છે. કારના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ હોવા છતાં ટાટા જૂથે હજી સુધી એક પણ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો નથી.

Image source

તાજેતરમાં જ ટાટાની આઇટી કંપની ટીસીએસએ કહ્યું હતું કે તે ચાલુ નાણાકીય વર્ષમાં 40,000 કેમ્પસ સિલેક્શન કરશે. આ એ લોકો માટે રાહતની ખબર છે જે કોલેજ પાસ કરીને આ મહામારીના સમયમાં નીકળશે. આઇઆઇટી જેવી સંસ્થાઓ તરફથી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે, મોટી કંપનીઓએ ઓફર પાછી ખેંચી લીધી છે અથવા તેમને રોકી રાખી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.