જેના પર રશ્મિકા મંદાનાને હતો સૌથી વધારે ભરોસો તેણે જ અભિનેત્રી સાથે કરી 80 લાખની ધોખાધડી

સાઉથની કયુટી રશ્મિકા ને આ મોટી હસ્તી 80 લાખનું બુચ મારી ગયો, જાણો સમગ્ર મામલો

Rashmika Mandanna Manager duped 80 lakhs : અભિનેત્રી રશ્મિકા મંદાના છેલ્લે હિન્દી થ્રિલર ‘મિશન મજનુ’ (2023)માં જોવા મળી હતી અને હાલમાં તે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’માં વ્યસ્ત છે. તેના લોન્ગ ટાઇમ મેનેજરે કથિત રીતે 80 લાખની છેતરપિંડી કરી છે, જે બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

તાજેતરના અહેવાલ મુજબ, આ ઘટના વિશે જાણ્યા પછી, રશ્મિકા મંદાનાએ તરત જ તેના મેનેજરને કાઢી મૂક્યો, જે તેની કારકિર્દીની શરૂઆતથી તેની સાથે જોડાયેલો હતો. પિંકવિલાના અહેવાલ મુજબ, મેનેજરે રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી કરી હતી. તેણે હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા કે ટિપ્પણી કરી નથી. રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, રશ્મિકાના મેનેજરે 80 લાખની છેતરપિંડી કરી છે.

તેણે તેના મેનેજરને બરતરફ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, મેનેજર લાંબા સમયથી રશ્મિકા સાથે સંકળાયેલો હતો અને અભિનેત્રીની જાણ વગર ધીમે ધીમે પૈસાની ચોરી કરતો હતો. મીડિયા સાથે જોડાયેલા એક સૂત્ર અનુસાર, રશ્મિકા આ ​​વિશે કોઈ સીન બનાવવા માંગતી ન હતી, તેથી તેણે આ વિશે વાત કરી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકાની આગામી ફિલ્મોમાં એનિમલ છે, જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે. તે 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રશ્મિકા હાલમાં ‘પુષ્પાઃ ધ રૂલ’ ફ્રેન્ચાઈઝી માટે શૂટિંગ કરી રહી છે. તે આ ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા ભજવી રહી છે, જેમાં અલ્લુ અર્જુન છે.

Shah Jina