લગ્નના 6 વર્ષ બાદ પતિથી અલગ થઇ આ અભિનેત્રી, બોલી- ઘા ભરવામાં સમય લાગશે
Kusha Kapila Seperation: કન્ટેન્ટ ક્રિએટરથી અભિનેત્રી બનેલી કુશા કપિલાના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. કુશાએ જોરાવર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. પણ હવે લગ્નાન 6 વર્ષ પછી તે પતિથી અલગ થઇ ગઇ છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2017માં લગ્ન કર્યા હતા પણ હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરીને અલગ થવાની જાહેરાત કરી છે.
અભિનેત્રીએ કહ્યું કે તે તેના માટે સરળ નહોતું પરંતુ હવે તે તેના જીવનના એક સારા તબક્કે છે, તેથી તેણે આ કરવાનું નક્કી કર્યું. કુશા કપિલા અને જોરાવર આહલુવાલિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું, ‘ઝોરાવર અને મેં મૈત્રીપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ કોઈ પણ રીતે આસાન નિર્ણય નથી રહ્યો, પરંતુ અમે જાણીએ છીએ કે અમારા જીવનના આ તબક્કે તે યોગ્ય નિર્ણય છે. અમે એકસાથે જે પ્રેમ અને જીવન વહેંચ્યું છે તે અમારા માટે બધું જ છે. પરંતુ દુઃખની વાત એ છે કે અમે હાલમાં જે શોધી રહ્યા છીએ તે આપસમાં નથી.
અમે અમારુ બધુ જ લગાવી દીધુ, જેટલું અમે કરી શક્યા. કુશા કપિલાએ આગળ લખ્યું, ‘સંબંધનો અંત દર્દથી ભરેલો હોય છે અને તે અમારા અને અમારા પરિવાર માટે મુશ્કેલ કસોટી સાબિત થયો છે. સદભાગ્યે, અમારી પાસે તેની પ્રક્રિયા કરવા માટે થોડો સમય હતો, પરંતુ અમે જે શેર કર્યું છે અને સાથે મળીને બનાવ્યું છે તે દાયકાઓ સુધી જીવંત રહેશે. અમારા જીવનના આગલા તબક્કામાં પહોંચવા માટે અમને ઘણો સમય લાગશે. આ ઘા રૂઝાવવામાં ઘણો સમય લાગશે. અત્યારે અમારું તમામ ધ્યાન આ સમય એકબીજા માટે પ્રેમ, આદર અને સમર્થન સાથે પસાર કરવા પર છે.
અમે કો-પેરેંટ બનીને અમારી માયાને પ્રેમ કરીશું અને એકબીજાના ચીયરલીડર્સ અને સપોર્ટ સિસ્ટમ બનવાનો પ્રયાસ કરીશું. જણાવી દઇએ કે, કુશા અને જોરાવરે થોડો સમય ડેટિંગ બાદ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી અને તેઓ કેવી રીતે મળ્યા તે વિશે વાત કરતા કુશાએ 2019માં હ્યુમન્સ ઑફ બોમ્બેને કહ્યું, સાત વર્ષ પહેલાં, હું એક મિત્રના લગ્નમાં ગઇ હતી અને જ્યારે જોરાવરે પૂછ્યું કે શું મારે ડ્રિંક જોઈએ છે. ત્યાં એક ઓપન બાર હતો, તો આવું કોણ કરે ? મેં તેને કહ્યું કે મારો એક બોયફ્રેન્ડ છે અને પછી તે ચાલ્યો ગયો, પણ મને લાગ્યું કે તેની નજર મારા પર છે.
હું એ વાતનો ઇનકાર કરીશ નહીં કે તે મને સારો લાગતો હતો અને કદાચ હું પણ તેના પર મોહી ગઇ હતી. પરંતુ તે સમયે, હું ઘણી બધી બાબતોમાંથી પસાર થઈ રહી હતી. મારું વજન 20 કિલો હતું અને મને લાગ્યું કે મારામાં કોઈને રસ નહીં હોય. મને ખબર નથી કે તેનું ધ્યાન મારા પર કેવી રીતે આવ્યું. આ પછી વસ્તુઓ શરૂ થઈ, અમે પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે, કુશાને IDivaના વીડિયોથી ઓળખ મળી હતી. જેમાં તેણે સાઉથ દિલ્હીની યુવતી બનીને લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા.
આ પછી કુશાએ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી. તે કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તેણે ‘મસાબા મસાબા’માં પણ કામ કર્યું છે. થોડા દિવસો પહેલા કુશા ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી હતી. તે સમયે તેણે તેના પતિ અને જીવનના સંઘર્ષ વિશે વાત કરી હતી. કુશા કપિલા ધીમે ધીમે બોલીવુડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. તે અક્ષય કુમાર સાથે સેલ્ફી અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’માં પણ નજર આવી ચૂકી છે.
View this post on Instagram