ઘાઘરા ચોલીમાં ખૂબસુરત લાગી કોકિલકંઠી કિંજલ દવે, ગુજરાતણે આપ્યા એવા પોઝ કે ચાહકો પણ થઇ ગયા ફિદા

નવરાત્રિ પહેલા જ ઉત્સાહમાં આવી કિંજલ દવેએ કરાવ્યુ લહેંગા ચોલીમાં સુંદર ફોટોશૂટ, તસવીરો શેર કરી લખ્યુ- દિલથી ગુજરાતણ…

ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે ગાયિકીમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે, તેના ગીતોના ચાહકો ગુજરાત અને દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ જોવા મળે છે. કિંજલના કાર્યક્રમોમાં તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. કિંજલ સોશિયલ મીડિયામાં પણ સારુ એવું ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે હાલમાં કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં કિંજલ લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. કિંજલે અનસ ક્રિએશનની ચણિયા ચોલી પહેરી છે, જે મલ્ટી કલરમાં છે અને આ ચણિયા ચોલી સાથે કિંજલે રેડ બંગળીઓ અને કાનમાં હંવી ઇયરિંગ્સ કેરી કરી છે. આ લુકને કંપલીટ કરવા માટે કિંજલે વાળ ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ કર્યો છે. આ દરમિયાન કિંજલ ઘણી સુંદર લાગી રહી છે અને આ ચણિયા ચોલી તેના પર ખીલી પણ રહી છે.

આ લુકનો કિંજલનો વીડિયો પણ અનસ ક્રિએશન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને આ સાથે કેપ્શન લખવામાં આવ્યુ છે- આપણી પોતાની ગુજ્જુ રોકસ્ટાર કિંજલ દવે નવરાત્રિના ઉત્સાહમાં આવી ગઇ છે, કારણ કે જ્યારે આપણે કેટલાક ખૂબસુરત ચણિયા ચોલી સાથે સિઝનની નજીક પહોંચીએ છીએ.કિંજલની તસવીરો સામે આવ્યા બાદથી ચાહકો ભરપૂર કમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

કિંજલની આ તસવીરો પર જોતજોતામાં જ 60 હજારથી પણ વધારે લાઇક્સ આવી ગઇ છે. જણાવી દઇએ કે, હાલમાં જ થોડા સમય પહેલા જ્યારે IPL 2023ની કવોલિફાયર 2 મેચ કે જે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી તેમાં કિંજલે એક ઇનિંગ પૂર્ણ થયા બાદ પર્ફોમન્સ આપ્યુ હતુ.

કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયામાં મેચ અને પોતાના પર્ફોમન્સ પહેલાની તૈયારીઓની ઝલક પણ શેર કરી હતી અને એક લાઈવ વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેને આ પર્ફોમન્સ વિશે વાત પણ કરી હતી. કિંજલ દવેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ ગુજરાતની બહાર અને દેશ વિદેશમાં પણ છે. તેના ઘણા કાર્યક્રમો વિદેશમાં પણ યોજાતા હોય છે, અને ચાહકો પણ તેમાં મન મૂકીને ઝુમતા હોય છે.

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ કિંજલની સગાઈ તૂટી છે. પરંતુ કિંજલ આ સગાઈ તૂટવાનું દુઃખ ભુલાવીને પોતાની રૂટિન લાઈફમાં પણ આવી ગઈ છે.કિંજલ દવે અને પવન જોશીનો સાથ કોઇ મહિનાનો નહિ પણ વર્ષો જૂનો હતો.પવન કિંજલનો બાળપણનો મિત્ર હતો અને બંનેની પાંચેક વર્ષ પહેલા સાટા પદ્ધતિ અનુસાર સગાઇ થઇ હતી.

કિંજલની તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે સગાઇ નક્કી થઇ હતી અને પવન જોશીની બહેનની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ સાથે નક્કી થઇ હતી. કિંજલ અને પવન વચ્ચે ઘણો પ્રેમ હતો અને પવન કિંજલ સાથે વિદેશમાં પણ પ્રવાસ કરતો હતો. જો કે, આકાશની ફિયાન્સી એટલે કે પવનની બહેને કોઈ અન્ય છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લીધા આકાશની સાથે સાથે કિંજલની પણ સગાઇ તૂટી હતી.

 

View this post on Instagram

 

A post shared by Annu’s Creation (@annus_creation)

Shah Jina