અભિનેત્રી અમીષા પટેલ કપડાથી મોં ઢાંકી સરેંડર કરવા કોર્ટ પહોંચી – જાણો સમગ્ર વિગત

Ameesha Patel Surrender: બોલિવુડની મશહૂર અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓ વધી છે. અમીષા પટેલે છેતરપિંડીના પાંચ વર્ષ જૂના કેસમાં શનિવારે રાંચીની સિવિલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. છેતરપિંડીના કેસમાં શનિવારે અમીષા પટેલ પોતાનો ચહેરો ઢાંકીને હાજર થવા માટે રાંચી સિવિલ કોર્ટમાં પહોંચી હતી. આ પછી અભિનેત્રીએ સરેંડર કર્યું. અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમાર સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર પૈસા લઈને મ્યુઝિક આલ્બમ ન બનાવવાનો આરોપ છે.

આ સિવાય તેના પર છેતરપિંડી અને ધમકી આપવાનો પણ આરોપ છે. અમીષા પટેલને કોર્ટમાં રજૂ કર્યા બાદ 21મી જૂન સુધી શરતી જામીન આપવામાં આવ્યા છે. આ મામલે આગામી સુનાવણી 21 જૂને થશે. કોર્ટે અમીષા પટેલને પણ હાજર રહેવા આદેશ કર્યો છે. રાંચીના અજય કુમાર સિંહે 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં આ કેસ કર્યો હતો. આરોપ છે કે અમીષા પટેલે મ્યુઝિક મેકિંગના નામે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા,

પરંતુ તે પછી તેણે મ્યુઝિક મેકિંગ તરફ કોઈ પગલું ન ભર્યું. તે પછી તે 5 વર્ષ સુધી કોર્ટ અને ફરિયાદીને ગેરમાર્ગે દોરતી રહી. બીજી તરફ, ફરિયાદીએ મીડિયાને જણાવ્યું કે, 2018માં તેણે અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ 3 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો કેસ કર્યો હતો. તેણે જણાવ્યું કે પહેલા અમીષાએ તેની પાસેથી ટેક્સ પેમેન્ટના નામે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે તેણે મિત્રતાના કારણે આપી હતી.

ત્યારે અમીષાએ કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહી છું, જેમાં તેને 2.50 કરોડ રૂપિયાની જરૂર છે. અમીષા પટેલે કહ્યું કે તે વ્યાજ સહિત પૈસા પરત કરશે. પરંતુ લાંબા સમય બાદ પણ અજયને પૈસા ન મળતા તેણે તેની પાસે પૈસાની માંગણી કરી હતી, જેથી તેણે તેને વ્યાજ સાથે 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જ્યારે તે ચેક બેંકમાં જમા કરાવ્યો તો તે બાઉન્સ થયો, ત્યારબાદ અજયે તેને કહ્યું કે તેની સામે કેસ થઈ શકે છે,

તો અભિનેત્રીએ કહ્યું કે આ કેસની ચિંતા શું કરવી, જેના પર અજયે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. જે અમીષા પટેલ હાઈકોર્ટમાં ગઈ હતી. કોઈ રાહત ન મળતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ તેને રાહત ન મળી. હવે કોર્ટે કહ્યું કે જો અમીષા પટેલ શરતી કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ પણ થઈ શકે છે. તેણે 21 જૂને કોર્ટમાં આવવાનું હતું. પરંતુ ડરના કારણે તે 2 દિવસ પહેલા કોર્ટમાં હાજર થઈ ગઈ હતી.

Shah Jina