સલમાન ખાન પર ખુબ જ ખરાબ ખરાબ બોલી આ હિરોઈન, કહ્યું કે મને કૂતરાની જેમ ટ્રીટ કરવામાં આવી

Hema Sharma On Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3માં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ અભિનેતા અને તેના ગાર્ડ પર ગંભીર આરોપો લગાવ્યા છે. અભિનેતાની આ કો-સ્ટારનું નામ છે હેમા શર્મા. ફિલ્મ રિલીઝ થયાના 3 વર્ષ બાદ હેમા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હેમાએ એવો દાવો કર્યો છે કે સેટ પર તેની સાથે બદ્તમીઝી થઇ અને તેને અપમાનિત કરવામાં આવી તેમજ કૂતરાની જેમ બહાર ફેંકી દેવામાં આવી.

હેમા શર્માનો આ વીડિયો સામે આવ્યા બાદ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતી જોવા મળે છે કે ‘સલમાન ખાન તમે સુપરસ્ટાર છો, એટલા માટે દરેક તમને ફિલ્મોમાં લેવા માંગે છે. છોકરીને માન આપો. તમે જેવું વર્તન કરો તેના પરથી સમજાય છે કે તમે છોકરીને શું સન્માન આપો છો. હેમાએ વધુમાં કહ્યું કે હું ખરેખર દબંગ 3માં કામ કરવા માંગતી હતી અને મેં તે ફિલ્મમાં કામ કરવા માટે મારી ક્ષમતાથી વધુ કર્યું કારણ કે હું સલમાન ખાન સરને મળવા માંગતી હતી. મારો પહેલો સીન સલમાન સર સાથે હતો. તેથી હું આ તક માટે ખૂબ જ ખુશ હતી.

જો કે જે સીનમાં હું સલમાન ખાન સાથે દેખાઇ હતી પણ મેં તેના વગર સૂટ કર્યુ હતુ. જે બાદ હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી.’ અભિનેત્રીએ વધુમાં કહ્યું કે ‘મેં સલમાન સરને મળવા અને તેમની સાથે તસવીર ક્લિક કરવા માટે 50 લોકો સાથે વાત કરી હતી. આ પછી હું પંડિત જનાર્દનને મળી અને સલમાન સરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે મને ખાતરી આપી કે તે થશે અને અમે સલમાન સરને મળવા ગયા.’

હેમા વીડિયોમાં આગળ કહેતી જોવા મળે છે કે ‘હું તમને કહી શકતી નથી કે જ્યારે હું સલમાન ખાનને મળવા ગઈ ત્યારે મારી સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મને કૂતરાની જેમ બહાર ફેંકી દેવામાં આવી કારણ કે હું તેની સાથે ફોટો લેવા માંગતો હતો. મને લગભગ 100 લોકોની સામે અપમાનિત કરવામાં આવી, જેમાં ઘણા લોકો મને અંગત રીતે ઓળખતા હતા.

આ ઘટના પછી હું 10 દિવસ સુધી ઊંઘી શકી નહોતી. સલમાન સર ઘટનાસ્થળે હાજર ન હતા, પરંતુ તેઓ આસપાસ હતા, તેઓ ઇચ્છતા તો દરમિયાનગીરી કરી શકતા હતા, પરંતુ તેમણે એમ ન કર્યું. ત્રણ વર્ષ થઈ ગયા. તેણે 2019માં મારું અપમાન કર્યું હતું અને તે દિવસ પછી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું સલમાન ખાનને મળીશ.

 

View this post on Instagram

 

A post shared by Movie Talkies (@movietalkies)

Shah Jina