રીવાબા જાડેજા નહી પરંતુ આ છે રવિન્દ્ર જાડેજાનો ક્રશ, તસવીરો શેર કરીને વ્યક્ત કર્યો પ્રેમ, જોઈને ચાહકો પણ રહી ગયા હેરાન.. તમે પણ જુઓ

Ravindra Jadeja Horse Riding : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આજે ભારતનું જ નહિ પરંતુ દુનિયાભરમાં એક મોટું નામ બની ગયા છે. તેમને પોતાની રમતથી સૌને કાયલ કરી દીધા છે. બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ, દરેક ક્ષેત્રમાં રવિન્દ્ર જાડેજા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતા હોય છે. ત્યારે રવિન્દ્ર જાડેજાનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે અને લાખો લોકો તેને ફોલો કરે છે.

જાડેજાની રમત ઉપરાંત તેમના અંગત જીવન પર પણ લોકોની નજર રહેતી હોય છે અને જાડેજા પણ પોતાના અંગત જીવન વિશેની જાણકારી પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ ગુજરાતનું એક મોટું નામ છે અને જયારે રવિન્દ્ર જાડેજાની ટીમ CSKએ આઇપીએલની ટ્રોફી જીતી ત્યારે પણ તેઓ તેમના પહેરવેશના કારણે દુનિયાભરમાં ચર્ચામાં આવ્યા.

ત્યારે હાલ રવિન્દ્ર જાડેજાએ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના ક્રશ સાથે જોવા મળી રહ્યા છે. આ ક્રશ બીજું કોઈ નહીં પરંતુ તેમના ફાર્મમાં રહેલા તેમના ઘોડા છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તેમને પોતાના હાથ પર તેમના પ્રિય ઘોડાનું ટેટુ પણ પડાવ્યું છે.

જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ એક વિશાળ ફાર્મ હાઉસ બનાવ્યું છે, જ્યાં તેઓ રજાઓ દરમિયાન સમય વિતાવતા હોય છે. હાલ સામે આવેલી તસવીરો પણ તેમના આ ફાર્મ હાઉસની જ છે અને ત્યાં તે ઘોડે સવારીનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તે પોતાના કાળા ઘોડા સાથે ઉભા રહીને પોઝ આપે છે, તો અન્ય એક તસ્વીરમાં તે ખાટલામાં બેઠેલા જોઈ શકાય છે.

આ તસવીરો સર જાડેજાએ અંગ્રેજીમાં કેપશનમાં લખ્યું છે, “ફોરએવર ક્રશ” સાથે જ એક રેડ હાર્ટ અને ઘોડાનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. આ ઉપરાંત જાડેજાએ એક અન્ય તસ્વીર પણ શેર કરી છે. જેમાં તે બોક્સર પહેરીને ખુરશીમાં બેઠા છે અને મોબાઈલમાં જોઈ રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ આ પોસ્ટનું કેપશન પણ ગુજરાતીમાં લખ્યું છે “ઘરે છું. DND” ત્યારે આ તસ્વીરોને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel