ફ્લાઇટના ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરવા પર ટ્રોલ થયો કાર્તિક આર્યન, લોકો બોલ્યા- ચીપ પબ્લિસિટી સ્ટંટ
Kartik Aaryan flying economy class : કાર્તિક આર્યન આજકાલ તેની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી બોલિવૂડના નવાનવેલા શહેઝાદા સાથે છે, હાલ તો બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 29 જૂને રિલીઝ થઈ રહી છે. આ પહેલા કાર્તિક આર્યન ગુજરાત ગયો હતો અને આ દરમિયાન તેણે ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી.
સ્વાભાવિક છે કે, સિનેમાની દુનિયાના આ ચમકતા સ્ટારને પ્લેનની અંદર સામાન્ય લોકો સાથે આ રીતે બેઠેલા જોઈને અન્ય મુસાફરો પણ ચોંકી ગયા હતા. ફ્લાઈટની અંદરથી કાર્તિકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પેપરાજી વિરલ ભયાણીએ આ વીડિયો શેર કર્યો છે, જે પ્લેનની અંદર એક ફેન દ્વારા લેવામાં આવ્યો હતો. વીડિયોમાં કાર્તિક આર્યન તેની સીટ શોધતો જોવા મળે છે અને સીટ મળી ગયા પછી તે બેસી જાય છે.
કાર્તિકના આ વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા પણ આવી રહી છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ ઘટનાને લઈને બે જૂથો સર્જાય તે સ્વાભાવિક છે. આ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા કાર્તિકના વીડિયો સાથે પણ આવું જ થયું. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને પબ્લિસિસ્ટ સ્ટંટ ગણાવી રહ્યા છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘ફિલ્મોના પ્રમોશનનો આ નવો ટ્રેન્ડ છે!’
બીજાએ મજાકમાં લખ્યું, ‘ફિલ્મ આવી રહી છે, હવે નમ્રતા બતાવશે. આ પહેલા દીપિકા પાદુકોણ અને કૃતિ સેનન પણ આ કરી ચુકી છે. જો કે, કેટલાક લોકોએ કાર્તિકનું સમર્થન પણ કર્યું છે. એકે લખ્યું છે, ‘ઓહો! તે આટલો સાદો વ્યક્તિ છે. બીજા એક યુઝરે લખ્યું, પ્રમોશન સમયે વ્યક્તિ ખૂબ જ નમ્ર બની જાય છે.
View this post on Instagram