પપ્પા બન્યો શાકાલાકા બૂમ-બૂમનો ઝુમરુ, પત્નીએ આપ્યો ક્યુટ બાળકને જન્મ- જુઓ બેબી બોય આવ્યો કે બેબી ગર્લ

tanvi thakkar-aditya kapadia became parents : ટીવીના પોપ્યુલર શો શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ટૂંક સમયમાં જ લીપ આવાવાનો છે, આ જ કારણ છે કે આ શોના ઘણા કલાકારોએ શો અધવચ્ચે જ છોડી દીધો છે. જો કે ઘણા સેલેબ્સ અંગત કારણોસર આ શોને અલવિદા કહી ચૂક્યા છે અને એમાંથી જ એક છે તન્વી ઠક્કર, જે સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

પ્રેગ્નેંસીના કારણે અભિનેત્રીએ શોને અલવિદા કહી દીધું હતું. હવે આખરે અભિનેત્રીએ બેબી બોયને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેના પતિ આદિત્ય કાપડિયા સાથે તેના નવજાત બાળકની ઝલક શેર કરી છે. તન્વી ઠક્કર અને આદિત્ય કાપડિયા હવે એક પુત્રના માતા-પિતા બની ગયા છે. કપલે 19મી જૂને તેમના પુત્રનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. તન્વીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્રની પહેલી ઝલક દર્શાવતી પોસ્ટ શેર કરી છે.

આ ફોટોમાં તન્વીનો નાનો પરિવાર એટલે કે તેનો પતિ આદિત્ય અને તેનો બેબી બોય જોવા મળે છે. તન્વીએ તેના નવા જન્મેલા બાળકનો ચહેરો હાર્ટ શેપ ઇમોજીથી છૂપાવી દીધો છે. આ પોસ્ટના કેપ્શનમાં અભિનેત્રીએ 19 જૂન એટલે કે પુત્રની જન્મ તારીખનો ઉલ્લેખ કર્યો છે અને આ સાથે હેશટેગમાં લખ્યુ છે બધું અહીંથી શરૂ થયું. જ્યારથી આ તસવીર સામે આવી છે ત્યારથી આદિત્ય અને તન્વીના નજીકના મિત્રો તેમજ ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું.

વત્સલ સેઠ, પર્લ વી પુરી, ઈશિતા દત્તા, કિશ્વર સહિત ઘણા ટીવી કલાકારોએ કપલને શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, આદિત્ય કાપડિયા અને તન્વી ઠક્કરે વર્ષ 2014માં ડેટિંગ શરૂ કર્યુ અને 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ વર્ષ 2021માં લગ્ન કરી લીધા. લગ્નના બે વર્ષ બાદ હવે કપલે તેમના પહેલા બાળકને આવકાર્યું છે.

પ્રેગ્નેેંસી દરમિયાન આદિત્ય ઘણીવાર તેની પત્નીને ખૂબ સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે તેમની પ્રેમાળ તસવીરો શેર કરતા હતા અને અપડેટ્સ પણ આપતા હતા. જણાવી દઇએ કે, તન્વીએ ગુમ હે કિસી કે પ્યાર મેંમાં શિવાની બુઆની ભૂમિકા ભજવી હતી. તે અભિનેત્રી કામિની મલ્હોત્રાની જગ્યાએ આવી હતી. આદિત્યની વાત કરીએ તો, તેનું શાકાલાકા બુમ બુમનું ઝૂમરુનું પાત્ર ઘણુ લોકપ્રિય છે.

Shah Jina