નાગિન-6 માટે મોડી રાત સુધી જાગી રહી છે રશ્મિ દેસાઈ, સામે આવ્યો એવો વીડિયો કે નહિ કરી શકો વિશ્વાસ

એકતા કપૂરનો ફેમસ શો નાગિન-6 જ્યારથી શરૂ થયો છે ત્યારથી ચર્ચામાં બનેલો છે. શોમાં લીડ રોલ નિભાવી રહેલી તેજસ્વી પ્રકાશના અભિનયને લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. એવામાં હવે શોમાં નવો ટ્વીસ્ટ જોવા મળી રહ્યો છે. હવે શોમાં રશ્મિ દેસાઈની એન્ટ્રીએ એક નવો ટ્વીસ્ટ આપ્યો છે.શોમાં રશ્મિ નકારાત્મક ભૂમિકામાંએટલે કે લાલ નાગિનની ભૂમિકામાં જોવા મળવાની છે, જે ખુબ જ ઝેરીલી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

લાલ નાગિન બનીને રશ્મિએ અમુક તસવીરો પણ શેર કરી હતી, નાગિન અવતારમાં રશ્મિને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.ચાહકો તેના નાગિન અવતાર પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને અત્યાર સુધીની સૌથી હોટ નાગિન કહી રહ્યા છે. રશ્મિની એન્ટ્રી શોમાં એક નવો જ મોડ લાવશે.શોમાં બિગ બોસના કન્ટેસ્ટેન્ટની ભરમાર જોવા મળી રહી છે કેમ કે તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગપાલ, મહેક ચહલ અને રશ્મિ બિગ બોસનો હિસ્સો રહી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Stranger=UmRash (@srinji_16)

એવામાં શોમાં લાલ નાગિન અને શેષ નાગિન એટલે કે રશ્મિ અને તેજસ્વી વચ્ચે ટક્કર જોવા મળવાની છે.એક તરફ જ્યા શેષ નાગિન દેશને બચાવી રહી છે તો બીજી તરફ લાલ નાગિન તબાહી મચાવી રહી છે. જણાવી દઈએ કે નાગિન-6 માટે રશ્મિ પુરી મહેનત કરી રહી છે અને તે દિવસ રાત કામ કરી રહી છે. આ વચ્ચે રશ્મિનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેને ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. વીડિયો સવારના પાંચ વાગ્યાનો છે જેમાં રશ્મિ  નાગિન-6ના સેટની બહાર આવતી દેખાઈ રહી છે અને ખુબ થાકેલી હોય છે.

આ સમયે રશ્મિએ ડેનિમ શોર્ટ્સ અને પ્રિન્ટેડ વન શોલ્ડર ટોપ પહેરી રાખ્યું છે.મીડિયા રશ્મિને પૂછે છે કે નાગિનમાં કામ કરવું તેમને કેવું લાગી રહ્યું છે તો જવાબમા રશ્મિએ કહ્યું કે જુઓ સવારના પાંચ વાગી ચુક્યા છે. આ વાત પર લોકો તેને આવી જ લગનથી કામ કરવા અને સફળ થવાની શુભકામનાઓ આપે છે.રશ્મિ પછી દરેકને સ્માઈલ આપીને બાય કહે છે અને આ સમયે તે થોડી ઊંઘમાં હોય તેવું પણ લાગી રહ્યું હોય છે.

જુઓ રશ્મિ દેસાઈનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Krishna Patel