ક્રિકેટર રાશિદ ખાનનો પરિવાર ફસાયો છે અફઘાનિસ્તાનમાં, બહાર કાઢવા માટે રાશિદ આવી ગયો ચિંતામાં

અફઘાનિસ્તાનની હાલત હાલમાં ખુબ જ ખરાબ થઇ રહી છે. આ દેશ ઉપર હાલમાં તાલિબાન દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. જેના કારણે લોકો પોતાનો જીવ બચાવી અને દેશ છોડી ભાગી રહ્યા છે. આ દરમિયાન ઘણી તસવીરો પણ સામે આવી છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

આફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોના કારણે સામાન્ય લોકો જ નહીં પરંતુ સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન પણ ચિતામાં આવી ગયો છે. તેના માટે પણ આ સમય મુશ્કેલીઓથી ભરેલો છે. હાલ રાશિદ ખાન ઇંગ્લેન્ડની અંદર ધ હન્ડ્રેડ માટે રમી રહ્યો છે પરંતુ તેનો પરિવાર અફઘાનિસ્તાનમાં ફસાયેલો છે. રાશિદને તેના પરિવાર અને અફઘાનિસ્તાનની ચિંતા સતાવી રહી છે.

રાશિદ ખાને રવિવારે સોશિયલ મીડિયા ઉપર શાંતિની અપીલ કરતા અફઘાનિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો. તેને ગયા મહિને અફઘાનિસ્તાનની હાલત ઉપર જણાવ્યું હતું કે એક ખેલાડીની રીતે આ તમને બહુ જ દુઃખી કરે છે. બહુ જ દર્દ આપે છે. તે છતાં પણ અમે મેદાન ઉપર કંઈક ખાસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


તો ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન દ્વારા સ્કાઈ સ્પોર્ટ્સ ઉપર કોમેન્ટ્રી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે રાશિદ ખાનના ઘરે બહુ જ બધી વસ્તુઓ ઘટી રહી છે. અમે આ વિશે લાંબી વાતો કરી અને તે ચિંતામાં છે.

Niraj Patel