લતા મંગેશકરના ગીત ‘ઈક પ્યાર કા નગમા હૈ,’ ગાઈને રસ્તા પરથી માયાનગરી તરફ ચાલેલી રાનુ મંડલ આજે ભલે સ્ટાર બની ગઈ હોય પરંતુ આ ગીતથી જોડાયેલ એક વ્યક્તિ આજે પણ સંઘર્ષ ભરેલું જીવન જીવી રહ્યા છે. આ ગીત પોતાની સુંદર અવાજમાં ગાવાવાળી રાનુ આજે સારી સ્થિતિમાં છે. પરંતુ આ ગીતના લેખક સંતોષ આનંદ આજે ગુમનામીમાં જીવન જીવી રહ્યા છે.

અભિનેતા અને સંગીતકાર હિમેશ રેશમિયાએ રાનુને પોતાની આવનારી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં ગાવાની તક આપી છે, પરંતુ આ ગીત લખવાવાળા સંતોષ આનંદ આજે કાર્યક્રમોમાં ગીતો ગાઈને પોતાનું પેટ ભરે છે. પાંચ વર્ષ પહેલા તેમનો દીકરો અને વહુએ સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના પછી તેઓ અંદરથી તૂટી ગયા હતા.

એક કવિસંમેલનમાં ભાગ લેવા માટે ગયેલ સંતોષ આનંદે જણાવ્યું કે ફોન આવે છે કે એક ભીખ માંગવાવાળી મહિલાએ તમારું ગીત ગાઈને હિમેશની ફિલ્મ કામ મળી ગયું છે. પરંતુ મારી જોડે તો સ્માર્ટફોન પણ નથી કે હું તેમનું ગાયેલું ગીત જોઈ શકું.

તેમને વધુમાં જણાવ્યું કે ‘મેં 1995 પછી ફિલ્મોમાં ગીતો લખવાનું બંધ કરી દીધું હતું, પરંતુ દીકરા અને વહુના સુસાઇડ પછી હું ઘરની બહાર નથી નીકળતો. થોડા સમય પછી મિત્રોની વિનંતી પછી મંચ પર ફરીથી ગીતો સાંભળવાનું શરુ કર્યું, પરંતુ આજના ગીતોમાં હવે એ વાત નથી રહી. કલા પર બજાર હાવી થઇ ગયું છે. ઘર ખર્ચ ચલાવવા કવિ સંમેલનમાં આવું છું. મારુ પૂરું જીવન સંઘર્ષમાં જ વીત્યું છે. લક્ષ્મીકાંત પ્યારેલાલની સાથે મારી જોડી ખુબ જ હિટ રહી હતી.

79 વર્ષના સંતોષ આનંદ આજે વૃદ્ધ થઇ ગયા છે. તેઓ કોઈ પણ કાર્યક્રમમાં વીલ ચેયરમાં જાય છે અને પોતાના કાપતા હાથે માઈક પકડે છે. તેમને જોઈને લોકોનો જીવ બળે છે પણ શું કરી શકાય ઘર ચલાવવા માટે આ ઉંમરે પણ તેમને સંઘર્ષ કરવો પડે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks