ખબર

લાઈવ બધાની સામે ગાતી વખતે રાનુ મંડલે કરી ભૂલ, તો હિમેશ રેશમિયાએ કર્યું આવું

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલ આજે બોલિવૂડની ફિલ્મ માટે ત્રણ ગીત ગાયા છે. વાયરલ થયેલા વીડિયોને કારણે રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ અને તેને હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપી હાર્ડી એન્ડ હીર’ માટે ગીત રેકોર્ડ કરવાની તક મળી. આ ફિલ્મના ગીતની એક ઇવેન્ટમાં રાનુ મંડલે ગીત ‘તેરી મેરી કહાની’ લાઈવ ગાયું હતું.

આ ઇવેન્ટમાં જયારે રાનુ લાઈવ ગાઈ રહી હતી, ત્યારે એનો અવાજ બેસુરો થઇ ગયો હતો. તેનો અવાજ બેસી જવાને કારણે રાનુએ ગાયેલા ગીતના સુર એવા ન લાગ્યા કે જેવા તે રેકોર્ડિંગમાં સંભળાય છે. જે જોઈને હિમેશ રેશમિયાએ આ ઇવેન્ટમાં હાજર લોકો અને મીડિયાને એક ખાસ સૂચના આપી હતી.

હિમેશ રેશમિયાએ કહ્યું, ‘અહીં સ્ટુડિયો જેવો સેટઅપ નથી અને એક ડરેલો અવાજ છે. રાનુ લોકોને આ રીતે પહેલીવાર મળી રહી છે. કોઈ એને જજ ન કરશો… તમે એનો વાયરલ વિડીયો જોયો જ છે. વિશ્વાસ રાખો એ ખૂબ જ સારું કરી રહી છે.’

નોંધનીય છે કે સોની ટીવીના એક શોમાં રાનુને સાંભળ્યા બાદ હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીરમાં રાનુ પાસેથી ગીતો ગવડાવ્યાં છે. જે ગીતોના રેકોર્ડિંગ સમયના વિડીયો પણ વાયરલ થયા હતા. આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks