લગ્ન પછી પહેલીવાર હાથ થામી સ્પોટ થયા ન્યુલી વેડ કપલ રણદીપ-લિન, રેડ સૂટમાં જોવા મળ્યો નવી નવેલી દુલ્હનનો ખૂબસુરત અવતાર

લગ્ન બાદ પત્ની લિન લેશરામ સાથે મુંબઇ પહોંચ્યો એક્ટર રણદીપ હુડ્ડા, હવે મુંબઇમાં રિસેપ્શનની તૈયારી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Randeep hooda Lin Laishram First Appearance: બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા આ દિવસોમાં તેના લગ્નને લઇને ચર્ચામાં બનેલો છે. એક્ટરે હાલમાં જ 29 નવેમ્બરે તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ લિન લેશરામ સાથે લગ્ન કર્યા છે. ગ્રેંડ વેડિંગની જગ્યાએ એક્ટરે ખૂબ જ સિંપલ અને ટ્રેડિશનલ અંદાજમાં લગ્ન કર્યા. ત્યારે હવે ન્યુલી વેડ કપલ રણદીપ અને લિન પહેલીવાર લગ્ન બાદ સ્પોટ થયા છે.

રણદીપ હુડ્ડા અને લિન લેશરામ ગત રાત્રે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાનના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં રણદીપની દુલ્હનિયા રેડ સૂટમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે ઘણી સુંદર લાગી રહી છે. આ લુક સાથે તેણે મેચિંગ બેગ કેરી કર્યુ છે અને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. ત્યાં રણદીપ આ સમયે ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળી રહ્યો છે.

આ લુકમાં તે પણ ઘણો હેન્ડસમ લાગી રહ્યો છે. બંને હાથોમાં હાથ નાખેલા જોવા મળી રહ્યા છે. વીડિયો પર યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સ બી-ટાઉનની આ જોડીને ઘણી પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રણદીપ હુડ્ડાની પત્ની લિન મણિપુરની રહેવાસી છે. કપલે મણિપુર જઇને ત્યાંના રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ બંનેની તસવીરો પણ સામે આવી હતી. જેમાં બંને પારંપારિક પોશાકમાં જોવા મળ્યા હતા. એક્ટરે પોતાના લગ્નમાં મૈતઇ રસ્મો નિભાવી. એવી ખબર છે કે મણિપુરમાં લગ્ન બાદ હવે રણદીપ હુડ્ડા ગ્રેન્ડ રિસેપ્શન આપશે, જેમાં ઘણા ફિલ્મી સ્ટાર્સ જોવા મળશે. જો કે, હજુ સુધી તારીખ અને મહેમાનોની લિસ્ટ સામે આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina