શાહરૂખ ખાનની હિરોઇનના બર્થ ડે પર પતિએ આપી અધધધધ કરોડોની ગિફ્ટ, એક્ટ્રેસ તસવીર શેર કરી વ્યક્ત કરી ખુશી

જવાન ફિલ્મની હિરોઇન નયનતારાને તેના પતિએ ગિફ્ટ કરી 3 કરોડની મર્સિડિઝ મેબૈક કાર- જુઓ તસવીરો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’થી બોલિવુડમાં ડેબ્યુ કરનાર સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાએ હાલમાં જ 18 નવેમ્બરે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. ત્યારે આ ખાસ અવસર પર નયનતારાના પતિ વિગ્નેશ શિવને તેને એક ખાસ ગિફ્ટ આપી.વિગ્નેશ શિવને નયનતારાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે.

નયનતારાને પતિ વિગ્નેશે આપી કરોડોની ગિફ્ટ

પતિ તરફથી આ ભેટ મળ્યા બાદ નયનતારા પણ ખૂબ જ ખુશ છે. નયનતારાને જન્મદિવસની પેન્ડિંગ ગિફ્ટ તરીકે વિગ્નેશે તેને લક્ઝુરિયસ બ્લેક મર્સિડીઝ મેબેક કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત કરોડોમાં છે. જણાવી દઇએ કે, તેની મૂળ કિંમત 2.69 કરોડ રૂપિયા છે અને ટોપ એન્ડ કારની કિંમત 3.40 કરોડ રૂપિયા છે.

3 કરોડની મર્સિડિઝ મેબૈક કારની તસવીરો નયનતારાએ કરી શેર

નયનતારાએ સોશિયલ મીડિયા પર પોતાની નવી બ્રાન્ડની કારની બે તસવીરો શેર કરી છે. નયનતારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કારનો લોગો ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું – ‘વેલકમ હોમ બ્યુટી… મારા પ્રિય પતિ, જન્મદિવસની સૌથી સ્વીટ ભેટ માટે આભાર, તમને પ્રેમ કરું છું.’

ભારતમાં આ કાર બહુ ઓછા લોકો પાસે છે

ઉલ્લેખનીય છે કે, નયનતારાના ઇન્સ્ટાગ્રામમાં ચોક્કસ મોડેલનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તે મર્સિડીઝ-બેન્ઝ મેબેક એસ-ક્લાસ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં આ કાર બહુ ઓછા લોકો પાસે છે. જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશ શિવને જૂન 2022માં લગ્ન કર્યા હતા અને બંને સરોગસી દ્વારા જોડિયા બાળકના પેરેન્ટ્સ બન્યા હતા.

નયનતારા વર્કફ્રન્ટ

નયનતારા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે, જે છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં એક્ટિવ છે. તેણે ઘણા લોકપ્રિય કલાકારો સાથે પણ કામ કર્યું છે. નયનતારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હવે તમિલ ડ્રામા ‘અન્નપૂર્ણાની – ધ ગોડેસ ઓફ ફૂડ’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina