વાતોમાં બિઝી હતી આલિયા ભટ્ટ, ત્યારે જ રણબીર કપૂરે એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે લીધી સેલ્ફી ? જુઓ વીડિયો

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રણબીર કપૂરે કેટરીના કૈફ સાથે છૂપી રીતે લીધી સેલ્ફી ? આલિયા ભટ્ટના જોતા જ કર્યુ આવું…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર 22 જાન્યુઆરી સોમવારે બોલિવુડ, સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇ ખેલ અને વેપાર જગતની ઘણી હસ્તિઓએ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના વીડિયો અને તસવીરો પણ તેજીથી વાયરલ થઇ રહ્યા છે. એવામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કેટરીના કૈફ અને વિકી કૌશલ પર પણ લોકોની નજર બનેલી હતી. આ વચ્ચે રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રણબીરે કેટરીના સાથે લીધી સેલ્ફી ?

વાયરલ વીડિયોમાં રણબીર કપૂર કંઇક એવું કરે છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, વીડિયોમાં સુભાષ ઘઇ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, વિકી કૌશલ સહિત અનેક લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે. સુભાષ ઘઇ એક વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે, તેમની પાછળની સીટ પર શ્લોકા અંબાણી અને આલિયા ભટ્ટ વાત કરતા જોવા મળી રહ્યા છે.

અચાનક ફોન નીકાળ્યો અને ઉપર કરી દીધો

આલિયાની બાજુમાં રણબીર બેઠેલો છે. આ વચ્ચે અચાનક રણબીર કપૂર ફોન નીકાળે છે અને ઉપર ઉઠાવી સેલ્ફી ક્લિક કરવાની કોશિશ કરે છે. મજેદાર વાત તો એ છે કે રણબીરના ઠીક પાછળ કેટરીના તેના પતિ વિકી કૌશલ સાથે બેઠેલી છે. રણબીર ફોનનો ફ્રન્ટ કેમેરો ચાલુ કરી સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યારે જ કેટરીના તેના ફોન તરફ જુએ છે અને પછી વિકી સાથે વાત કરવા લાગે છે.

લોકોની વીડિયો પર પ્રતિક્રિયા

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘રણબીર કેટરિનાને કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ એક યુઝરે લખ્યું, ‘RK શું કરી રહ્યો છે તે જોવાનું હું રોકી શકતો નથી.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘અંકલ વીડિયો બનાવી રહ્યા છે, ફોન ઉપર કરી. જ્યારે એક બીજા યુઝરે લખ્યું ‘સુભાષ જાણતા હતા કે ઈન્ટરનેટ શું ઈચ્છે છે અને રણબીરે ઈશારો સમજી લીધો.’ અન્ય એકે લખ્યુ- આ બધુ તો આલિયા સામે જ શરૂ થઇ ગયુ. ઉલ્લેખનીય છે કે, રણબીર-કેટરીનાએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ અને પછી બંને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina