શોએબ મલિક સાથે કેમ સાનિયા મિર્ઝાએ લીધા છૂટાછેડા ? સામે આવ્યુ કારણ- જાણી તમે પણ ચોંકી જશો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે શનિવારે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્નની જાહેરાત કરી હતી. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ કે રિટાયર્ડ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈ ગયો છે. શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી. જો કે, પાકિસ્તાની ડેલીના એક અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શોએબના પરિવારનો કોઈ સભ્ય લગ્નમાં સામેલ થયો નહોતો.

આ સાથે જ સાનિયા મિર્ઝાએ શોએબથી અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે પણ સામે આવ્યું છે. સાનિયા મિર્ઝાના પિતાએ સના જાવેદ સાથે લગ્ન વચ્ચે શોએબ મલિક સાથે તેમના ‘ખુલા’ હોવાની પુષ્ટિ કરી છે. આનો અર્થ એ છે કે એક પત્ની પતિની પરવાનગી વિના છૂટાછેડા લઈ શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા મિર્ઝા શોએબ મલિકના કથિત એક્સ્ટ્રા મેરિટલ અફેરથી કંટાળી ગઈ હતી.

આ ખુલાસો શોએબ મલિકની બહેનોએ કર્યો છે. ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચાર હતા, પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી ન હતી, પરંતુ હવે શોએબના લગ્ન સાથે બધું સ્પષ્ટ થઈ ગયું છે. શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. સાનિયા મિર્ઝા સાથે લગ્ન પહેલા તેના લગ્ન આયેશા સિદ્દીકી સાથે થયા હતા. શોએબ અને સાનિયાના લગ્ન એપ્રિલ 2010માં હૈદરાબાદમાં થયા હતા અને તેઓ દુબઈમાં રહેતા હતા.

2018માં બંનેને ઇઝહાન નામનો પુત્ર થયો. જે હાલમાં પાંચ વર્ષનો છે અને સાનિયા સાથે રહે છે. શોએબે સના સાથેના લગ્નની પુષ્ટિ કરતાની સાથે જ સાનિયાએ પણ છૂટાછેડાની કાર્યવાહી આગળ વધારી હતી. શોએબની પત્ની સના પાકિસ્તાની ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સનાના પણ પહેલા છૂટાછેડા થયા છે. તેણે 2020માં સિંગર ઉમૈર જયસ્વાલ સાથે લગ્ન કર્યા, પરંતુ બંનેએ બે મહિના પછી છૂટાછેડા લઇ લીધા હતા.

Shah Jina