લતા મંગેશકરના અવાજમાં સાંભળો ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી…’ વાયરલ થયુ AI વર્ઝન, વારંવાર સાંભળી રહ્યા છે લોકો

આજે લતા મંગેશકર હોતા તો કેવી રીતે ગાતા ‘રામ આયેંગે’ વાયરલ થઇ રહ્યો છે AIએ બનાવેલો વીડિયો

AI ‘ટેક્નોલોજીની કમાલ ! લતા મંગેશકરના અવાજમાં સાંભળો ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી…’ ગીત

આ સમયે આખો દેશ રામમય બની ગયો છે. સર્વત્ર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. આ દરમિયાન ઘણા ગીતો પણ વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા બધાના હોઠ પર એક ગીત હતું, ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી…’ જે સ્વાતિ મિશ્રાએ ગાયું હતું.ત્યારે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ ગીતને સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરનો અવાજ આપવામાં આવ્યો છે. આ ગીત સાંભળી બધા મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

લતા મંગેશકરના અવાજમાં સાંભળો ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી…’ 

લાખો લોકો દ્વારા લતા મંગેશકરને તેમના નિધન બાદ પણ તેમની સદાબહાર ધૂન દ્વારા યાદ કરવામાં આવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ક્લિપ ફરતી થઇ છે, જેમાં ભારતની સ્વર કોકિલા’ સ્વર્ગસ્થ લતા મંગેશકરના અવાજમાં ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી’ ગીતનું રીક્રિએશન બતાવવામાં આવ્યું છે. આ સંગીતમય શ્રદ્ધાંજલિને વિશેષ મહત્વ હાંસિલ થયુ છે, કારણ કે આ અયોધ્યાના રામ મંદિરના અભિષેકના અવસર પર સામે આવ્યુ છે.

ગીત સાંભળ્યા બાદ યુઝર્સની પ્રતિક્રિયા

લતા મંગેશકરના આ નવા ગીતને સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મળી રહી છે. કેટલાક યુઝર્સે કહ્યુ કે આ ગીત સાંભળી તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક યુઝરે કહ્યું, ‘મને ખબર નથી કે આનાથી મારી આંખોમાં આંસુ કેમ આવી ગયા. લતાજીના અવાજમાં આ ગીત સાંભળીને મનને સંપૂર્ણ શાંતિ મળી છે. શેર કરવા બદલ આભાર અને તેના સર્જકનો આભાર.’ કેટલાક લોકોનું માનવું છે કે જો આજે લતાજીએ ગીત ગાયું હોત, તો તેમણે તેમાં એટલી જ લાગણીઓ મૂકી હોત, પરંતુ AI તે ગીતની આસપાસ પણ નથી.

Shah Jina