રામલલાનો AI અવતાર.. પ્રભુ શ્રી રામ ને આ રીતે જોઈને દિલ ખુશ થઇ જશે.. જુઓ વાયરલ વિડીયો

AIએ બનાવ્યો રામલલાનો વીડિયો, વીડિયો જોઇને જ ઊભા થઇ જશે રૂંવાડા

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય, તેની કોઇને ખબર નથી હોતી. લગભગ દરરોજ સોશિયલ મીડિયા પર કંઇને કંઇ અજુગતુ અને નવુ વાયરલ થાય છે. ત્યારે હવે ભગવાન શ્રી રામનો AI અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો, આ દરમિયાન રામલલાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી હતી.

રામલલાનો AI અવતાર

પરંતુ આજે રામલલાની તસવીર એનિમેટેડ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર AI દ્વારા શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને શેર કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. રામલલાનો AI અવતાર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. ભગવાન રામનો આ AI અવતાર જોઇ દિલ ખુશ થઇ ગયુ. જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ મંગળવાર, 23 જાન્યુઆરીએ એટલે કે આજથી જાહેર જનતા માટે દર્શન શરૂ થઈ ગયા છે.

દિલ ખુશ થઇ ગયુ

જેને લઇને રાતના 3 વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ ગતી. જેવા જ મંદિરના ગેટ ખુલ્યા કે લોકો પહેલાં અંદર જઇ દર્શન કરવા ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા. શરૂઆતમાં તો મેનેજમેન્ટ તંત્ર ભીડ સામે લાચાર જોવા મળ્યુ પણ પછી ભીડને નિયંત્રિત કરવા રેપિડ એક્શન ફોર્સે મોરચો સંભાળ્યો.

ગોવિંદ દેવ થયા ભાવુક 

રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ પોતાનો 11 દિવસનો ઉપવાસ તોડ્યો હતો. તેમને ગોવિંદ દેવગિરિએ જળ પીવડાવ્યું અને વ્રત તોડ્યું. આ દરમિયાન ગોવિંદ દેવ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું, મને એવું લાગ્યું, જાણે હું મારા દીકરાની મદદ કરી રહ્યો છું, જે દેશનો હીરો છે અને પોતાનો ઉપવાસ ખોલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina