કચ્છ પહોંચ્યો આમિર ખાન, ફિલ્મ ‘લગાન’ના સમયે થયેલી સવા બે દાયકા જૂની મિત્રતા ખાતર આવ્યો ભુજના એક ગામમાં

મિત્રના દીકરાના નિધન પર ગુજરાત પહોંચ્યો આમિર ખાન, પરિવારને આપી સાંત્વના

બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાન ગુજરાતના કચ્છ પહોંચ્યા હતા, તેમના મિત્ર ધનાભાઈના દીકરાના મોત બાદ તે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. આમિર ખાનના મિત્રના દીકરાનું રોડ અકસ્માતમાં મોત થયુ હતુ. ધનાભાઈએ આમિરની ફિલ્મ ‘લગાન’ સમયે ઘણી મદદ કરી હતી. જણાવી દઇએ કે, વર્ષ 2001માં રીલિઝ થયેલ આ ફિલ્મનું ઘણુ શુટિંગ કચ્છમાં થયુ હતુ. ત્યાં આમિર પૂરી ટીમ સાથે લગભગ દોઢ વર્ષ રહ્યો હતો.

જાણકારી અનુસાર, આમિર ખાન તેના બે દાયકા જૂના મિત્રને આ દુખની ઘડીમાં હિંમત આપવા કચ્છ, ગુજરાત પહોંચ્યો હતો. તે 21 જાન્યુઆરીએ ચાર્ટર્ડ પ્લેનથી ભુજ પહોંચ્યો હતો. તેણે કોટાય ગામના ધનાભાઈને સાંત્વના આપી, જેની સાથે તેના ફેમીલી જેવા સંબંધ પણ છે. આમિરે કહ્યુ કે- મને દુખભરી ખબર મળી, ધનાભાઈ મારા ઘણા નજીકના મિત્ર છે. લગાન સમયે જ્યારે અમે કોટાય આવ્યા હતા, ભુજ નજીક, તો એક વર્ષ છ મહિના રહ્યા હતા.

ત્યારે ધનાભાઈએ ઘણી મદદ કરી હતી. એકદમ ફેમીલી રિલેશન છે. મને જ્યારે ખબર પડી કે એક્સીડન્ટમાં તેમના દીકરાનું મોત થયુ છે, તો ઘણુ દુખ થયુ એટલે હું તેમના પરિવારને મળવા આવ્યો. જ્યારે મને ખબર પડી ત્યારે હું સાઉથમાં હતો, પછી હું પ્લાન ચેન્જ કરી અહીં આવ્યો. જિંદગીનો કોઇ ભરોસો નથી હોતો. આપણે બધા એક દિવસ જવાના છીએ.

મને લાગ્યુ તે મને તેમની સાથે હોવું જોઇએ, તેમને ગળે લગાવવા છે. કોઇ પણ માં-બાપ તેમના બાળકને ગુમાવે તે તેમના માટે ઘણુ મુશ્કેલ હોય છે. ઉલ્લેખનીય છે કે, ભુજના કોટાય ગામના યુવા ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચાડનું આકસ્મિક અવસાન થયું હોવાને કારણે પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે આમિર ખાસ કચ્છ આવ્યો હતો.

મહાવીર ચાડના પિતા ધનાભાઈ લગાનના શૂટિંગમાં મહત્ત્વના સહયોગી રહ્યા હતા અને તેમણે સંપૂર્ણ સેટ તૈયાર કરવા સહિતની ઘણી મદદ અભિનેતાના યુનિટને કરી હતી. ત્યારે આમિર ખાને પણ સવા બે દાયકા જૂના પારિવારિક સબંધને યાદ રાખી મિત્રના દીકરાના બેસણામાં પહોંચ્યો હતો.

Shah Jina