રાજપાલ યાદવે મનાવ્યો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો જશ્ન, રામ મંદિરની ખુશીમાં ઝંડો લઇને ખૂબ નાચ્યો- જુઓ વીડિયો

એક બાજુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, તો બીજી બાજુ ‘છોટે પંડિતે’ એવી રીતે મનાવ્યો જશ્ન કે વીડિયો જોઇ રામભક્ત ઝૂમી ઉઠ્યા

રામ મંદિરની ખુશીમાં ઝંડો લઇ ઉછળી ઉછળીને નાચ્યો રાજપાલ યાદવ, લગાવ્યા જય શ્રીરામના નારા, ચાહકો બોલ્યા- આ કોઇ…

22 જાન્યુઆરી 2024નો દિવસ હંમેશા માટે ઇતિહાસના પાનામાં લખાઇ ગયો છે, કારણ કે આ દિવસે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પૂરા વિધિ-વિધાન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દિવસને ખાસ બનાવવા માટે દરેક ક્ષેત્રના વીઆઇપી અને સેલિબ્રિટીઝને બોલાવવામાં આવ્યા હતા, પણ સોશિયલ મીડિયા પર એક્ટર રાજપાલ યાદવનો જશ્ન મનાવવાનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇ દરેક રામભક્ત ખુશીથી ઝૂમી ઉઠશે.

રાજપાલ યાદવે મનાવ્યો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો જશ્ન

આ વીડિયોમાં એક્ટરના હાથમાં જય શ્રી રામનો ભગવો ઝંડો છે અને તે ઝંડો લઇને નાચતો જોવા મળી રહ્યો છે. આ દિવસને સેલિબ્રેટ કરવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. રાજપાલ યાદવ આસપાસ પણ કેટલાક લોકો હાજર છે, જે તેમની સાથે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે, એ પુષ્ટિ નથી થઇ કે વીડિયો ક્યારનો અને ક્યાંનો છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

વીડિયો પર ઘણા કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ- ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન લોકોનું દિલ જીતી રહ્યા છે. એક બીજા યુઝરે લખ્યુ- કેટલું મસ્ત છે, આમને બાળપણથી ખબર છે કે ચહેરા પર સ્માઇલ કેવી રીતે લઇને આવવી. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ- આ મારા ઓલટાઇમ ફેવરેટ છે. ઘણા યુઝર્સ ‘ભૂલભૂલૈયા’ ફિલ્મના તેના પોપ્યુલર પાત્ર ‘છોટા પંડિત’નો ઉલ્લેખ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, 22 જાન્યુઆરી 2024ના રોજ ખાસ અવસર પર અયોધ્યા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, વિકી કૌશલ-કેટરીના કૈફ, કંગના રનૌત સહિત બોલિવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતાય

Shah Jina