‘પત્રકાર પોપટલાલ’ની દુલ્હન બનશે આ એક્ટ્રેસ, ખૂબસુરતી મામલે આપે છે મોટી મોટી એક્ટ્રેસને ટક્કર…શું ‘તારક મહેતા’ બનાવશે સ્ટાર ?

તારક મહેતાના પોપટલાલના જીવનમાં લેડી લવની એન્ટ્રી, વર્ષો બાદ આ એક્ટ્રેસ સાથે કરશે રોમાન્સ

દયાબેન નહિ આ પાત્રની થઇ શોમાં એન્ટ્રી, હવે પોપટલાલના ઘરે વાગશે શરણાઇ.. ‘પત્રકાર પોપટલાલ’ની દુલ્હન બનશે આ એક્ટ્રેસ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલના લગ્નની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. આ એક એવો પ્લોટ છે જેને શોના મેકર્સ સમયાંતરે રિપ્લે કરતા રહે છે. ન તો પોપટલાલે આજ સુધી લગ્ન કર્યા છે કે ન તો આ પ્લોટ જૂનો થયો. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે આ વખતે ફરી પોપટલાલ લગ્નની તૈયારીઓમાં લાગી જશે. શોમાં એક અભિનેત્રીની એન્ટ્રી થઈ છે જે સિંગલ છે અને અહીં પોપટલાલ લગ્નના સપનામાં ખોવાઈ જાય છે.

‘તારક મહેતા’માં નવી એક્ટ્રેસની એન્ટ્રી

આ એક્ટ્રેસ પૂજા ભારતી શર્મા છે, જેને શોમાં અનોખીનો રોલ મળ્યો છે અને તે એક મોલમાં પોપટલાલને મળે છે. તાજેતરમાં જ પૂજા શર્માએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક સાથે કામ કરવાના તેના અનુભવ વિશે વાત કરી હતી. શોમાં તેને કેવી રીતે રોલ મળ્યો તે વિશે પિંકવિલા સાથે વાત કરતી વખતે પૂજા શર્માએ જણાવ્યું કે તેને એક ફોન આવ્યો હતો અને શોમાં રોલ વિશે જાણ કરવામાં આવી.

પોપટલાલના જીવનમાં લેડી લવની એન્ટ્રી

તેને કહેવામાં આવ્યું હતું કે શોમાં પાંચ-છ અઠવાડિયા સુધી કેમિયો રોલ છે. તે આગળ જણાવે છે કે હું વારંવાર આવા રોલ આમ તો નથી કરતી પરંતુ ટીવી પર આ શો ખૂબ જ લોકપ્રિય છે, તેથી મેં તેમાં કામ કરવામાં રસ દાખવ્યો. તેણે કહ્યું કે મેં પછી ઓડિશન આપ્યું અને એક કલાકમાં મને સિલેક્શન કોલ આવ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા દિવસના શૂટિંગના અનુભવ વિશે પૂજા શર્માએ કહ્યું કે મારો પહેલો સીન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં હતો.

પૂજા શર્માએ જણાવ્યો અનુભવ

હું એકદમ ઉત્સાહિત હતી. મેં ટીવી પર દુકાનનો સેટ ઘણી વખત જોયો હતો, તે મારા માટે ખૂબ જ નોસ્ટાજિક હતું. પછી અમે એક લોકપ્રિય મોલમાં શૂટિંગ કર્યું જ્યાં ઘણા લોકોએ પોપટલાલ સાથે અમારા ફોટા પણ લીધા. 15 બાઉન્સરો વચ્ચે શુટ થયુ, પણ તેમ છતાં લોકો ક્રેઝી હતા. લોકો પોપટલાલ માટે ક્રેઝી છે. લોકો મારી પાસે પણ ફોટા પડાવા આવ્યા હતા, તે મારા માટે સારો અનુભવ હતો. પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક સાથે કામ કરવાના અનુભવ વિશે પૂજાએ કહ્યું કે જ્યારે મેં તેમને કહ્યું કે મેં આ પહેલા કોઈ કોમેડી સીન નથી કર્યા ત્યારે તેમણે મને ઘણી મદદ કરી.

તારક મહેતા કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે

સમગ્ર સીનમાં મને ગાઇડ કરી અને વચ્ચે-વચ્ચે મને સલાહ આપતા રહ્યા. આનાથી મારા માટે કોમેડી સીન કરવાનું ખૂબ જ સરળ બન્યું. ઉલ્લેખનીય છે કે, તારક મહેતામાં પોપટલાલ અને અનોખીનું પાત્ર ટીઆરપીના ઘણા રેકોર્ડ તોડી શકે છે. હવે દર્શકો અનોખી અને પોપટલાલ વચ્ચેનો રોમાંસ જોવા આતુર છે. જણાવી દઇએ કે, પૂજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ સિવાય પૂજાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. જો કે, તારક મહેતા તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Bharati Sharma (@iampujasharma)

Shah Jina