આજે નાના ગામડાથી લઈને દેશ-વિદેશમાં વાહનના રજીસ્ટ્રેશન નંબર કંઈક અલગ જ રીતે લખાવવાની ટ્રેન્ડ વળફાહી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે, દરરોજ હજારો વાહનોની નંબર પ્લેટ જોઈએ છીએ પરંતુ કંઈક અલગ જ પ્રકારની નંબર પ્લેટ ભાગ્યે જ જોવા મળે છે.

જયારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે અસલી રજીસ્ટ્રેશન નંબર ખબર ના હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વાર આ પ્રકારની નંબર પ્લેટના ધારકો પર કાર્યવાહી ના કરવાની ફરિયાદ પણ કરે છે. તાજેતરમાં જ એક વ્યકિતની નંબર પ્લેટ પર 41 એટલે જે માં લખેલું હતું તો અન્ય એક કિસ્સામાં એક શખ્સ તેના વાહન નમબે 214 હતા જે નંબરપ્લેટ પર રામ લખીને ચલાવતો હતો. જયારે આ પ્રકારની ગાડીથી કોઈ ઘટના ઘટે છે તો પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધવો પડે છે.

હાલમાં જ મેરઠની મેડિકલ કોલેજની સામે એક કાર ચાલકને ટ્રાફિક પોલીસે રોક્યો હતો. કારની નંબર પ્લેટ પર નંબરની બદલે રામ લખ્યું હતું. ટ્રાફિક ઈન્સ્પેક્ટરે જયારે નંબર પ્લેટ સુધારવાની વાત કરી ત્યારે આરોપીએ કહ્યું હતું કે, તમે વાહનનું ચલણ આપી દો પરંતુ નંબર પ્લેટમાં કોઈ સુધારો નહીં થાય.આ બાદ નંબરપ્લેટ સ્પ્ષ્ટના હોવા પર ઈ-ચલણ ઈશ્યુ કરી દીધું હતું. આ બાદ કાર ચાલક અને પોલીસ વચ્ચે ચર્ચા અને વિવાદ થયો હતો.
આ બાદ પોલીસેવા તપાસ કરતા ખબર પડી હતી કે, કાર માલિકનું નામ રાજીવ કુમાર હતું ને તે પેપલા ઈદ્રીશપુરનો રહેવાસી હતો. રાજીવ કુમારે દલીલ કરી હતી કે, તે રામ ભક્ત છે અને તેને આ નંબર માટે 31 હજારથી વધુનો ખર્ચો કર્યો છે.

વધુમાં રાજીવ કુમારે કહ્યું હતું કે,હું શ્રી રામનો ભક્ત છું. પોલીસે રાજીવકુમારને સમજાવ્યા હતા કે, જો તમે ભક્ત હોય તો મામલો તમારી શ્રદ્ધાનો છે. કાર પર તમે ગમે ત્યાં રામ લખાવી શકો છો. પરંતુ રાજીવકુમાર સંમત થયા ના હતા, અને કહ્યું હતું કે, જો તમારે ચલણ કરવું હોય તો કરો પરંતુ નંબર પ્લેટ બદલાશે નહીં.
પોલીસે કહ્યું હતું કે, જો નંબર પ્લેટમાં સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ રદ પણ થઇ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.