કાળો કુર્તો અને ખુલ્લા પગ, એરપોર્ટ પર રામ ચરણનો જોવા મળ્યો આવો અંદાજ, ઓસ્કર માટે થયો રવાના, ફરી મનાશે જશ્ન !

શું ઓસ્કર માટે સુપરસ્ટાર રામ ચરણે માગી મન્નત ? ખુલ્લા પગે એરપોર્ટ પર રવાના થયો તો લોકોના મનમાં ઉઠ્યો સવાલ

સાઉથના ફેમસ અભિનેતા રામ ચરણ ઓસ્કર 2023 માટે અમેરિકા રવાના થઇ ગયા છે. તેમને હૈદરાબાદ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેઓ માથાથી લઇ પગ સુધી કાળા કપડામાં અને ઉઘાડા પગે નજર આવ્યા હતા. આનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ઘણો વાયરલ પણ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રામ ચરણને જોયા બાદ લોકો કહી રહ્યા છે કે તેમણે ભગવાન સ્વામી અયપ્પાનું મહાવ્રત રાખ્યુ છે.

આ મહાવ્રત 41 દિવસ સુધી ચાલે છે, જેમાં કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. ઓસ્કર જીતવા માટે રામ ચરણે આ પગલુ ભર્યુ હોવાનું ચર્ચાતા લોકોના દિલ તેમણે જીતી લીધા છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે એક્ટરે વ્રત રાખ્યુ હોય. છેલ્લા વર્ષે RRRની સક્સેસ દરમિયાન પણ તેમણે વ્રત રાખ્યુ હતુ અને સબરીમાલા જઇ ભગવાનના દર્શન કર્યા હતા. જે વીડિયો રામચરણનો સામે આવ્યો છે, તેમાં તે ગાડીમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન તે બ્લેક કુર્તા અને પાયજામામાં જોવા મળી રહ્યા છે અને તેમના હાથમાં ગમછો પણ છે. આ ઉપરાંત તે ખુલ્લા પગે ચાલતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદથી વાયરલ થઇ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ 10 ફેબ્રુઆરીથી ભગવાન અયપ્પા સ્વામીનું મહાવ્રત કરી રહ્યા છે. રામ ચરણ દર વર્ષે આ વ્રત રાખે છે. આ વ્રત 41 દિવસો સુધી ચાલે છે અને ઘણુ કઠિન હોય છે. આ દરમિયાન કાળા કપડા પહેરવાના હોય છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને 41 દિવસ ખુલ્લા પગે રહેવાનું હોય છે.

આ ઉપરાંત જમીન પર સૂવાનું, ગળામાં તુલસીની માળા પહેરવાની અને સાત્વિક ભોજન લેવાનું હોય છે. જણાવી દઇએ કે, રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગની કેટેગરીમાં નોમિનેશન મળ્યુ છે. આ માટે રામ ચરણ અમેરિકા રવાના થયા છે. ઓસ્કર એવોર્ડ 13 માર્ચ 2023ના રોજ આયોજિત થશે. આ દિવસે બધા ભારતીયોને ઉમ્મીદ છે કે એસએસ રાજામૌલીની ફિલ્મનું ગીત ઇતિહાસ રચે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina