સંગીત પાર્ટી પર ગોલ્ડન લહેંગામાં આવો હતો કિયારા અડવાણીનો લુક, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ખૂબ લગાવ્યા ઠુમકા

કિયારા-સિદ્ધાર્થે શેર કરી સંગીત સેરેમનીની તસવીરો, કપલને જોઇ લોકોએ લખ્યુ- રબ ને બના દી જોડી

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢના પેલેસમાં ડ્રિમી વેડિંગ કર્યા હતા. ન્યુલી વેડ કપલ ત્યારથી તેમના ગ્રેન્ડ લગ્ન અને પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો શેર કરી ચાહકોને ટ્રીટ આપી રહ્યા છે. મંગળવારના રોજ પણ કિયારા-સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર સંગીત સેરેમનીની તસવીરો શેર કરી, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદથી જ સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં બનેલા છે. આ બંને પોતાના સોશિયલ મીડિયા પરથી લગ્નના ફંક્શન સાથે જોડાયેલ તસવીરો શેર કરી રહ્યા છે, જે ચાહકોને પણ પસંદ આવી રહી છે. આ વચ્ચે કિયારા અને સિદે સંગીત સેરેમનીની કેટલીક તસવીરો શએર કરી છે, જેમાં તિયારા અને સિદ્ધાર્થ ડાંસ કરતા નજર આવી રહ્યા છે. કિયારા અને સિદ્ધાર્થ તસવીરોમાં ખૂબ જ ખુશ પણ જોવા મળી રહ્યા છે અને રોમેન્ટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી. લુકની વાત કરીએ તો, કિયારા મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ લહેંગામાં જોવા મળી રહી છે. કિયારાએ ગોલ્ડન લહેંગા સાથે ડીપનેક બ્લાઉઝ અને સિદ્ધાર્થ બ્લેક-ગોલ્ડન ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. કિયારાએ આ લુક સાથે જે પ્લંજિંગ નેકલાઇન ફુલ સ્લીવ્સ બ્લાઉઝ કેરી કર્યો હતો તે પણ ખૂબ જ સુંદર હતો અને આ લુક સાથે તેણે ડાયમંડનો હેવી સેટ કેરી કર્યો હતો,

જેમાં રૂબી પેંડેંટ હતુ. કિયારા તો ખૂબસુરત લાગી જ રહી છે પણ સિદ્ધાર્થ પણ ઘણો જ ડેપર લાગી રહ્યો છે. એક તસવીરમાં કપલ ડાંસ કરતા પણ જોઇ શકાય છે. આ તસવીરો શેર કરતા કિયારાએ લખ્યુ- સમથિંગ અબાઉટ ધેટ નાઇટ…કુછ વાકઇ સ્પેશિયલ. સિદ-કિયારાની આ તસવીરો પર ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. કરણ જોહર, મનીષ મલ્હોત્રા, નિકેતન ધીર સહિત અનેકે આ તસવીરો પર કમેન્ટ કરી છે.

કિયારા અને સિદના લુક પર તો ચાહકો દિલ હારી બેઠા છે. જણાવી દઇએ કે, વેલેન્ટાઇન ડે પર પણ કિયારા-સિદે પ્રી વેડિંગ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં કપલ યલો આઉટફિટમાં જોવા મળ્યુ હતુ. આ તસવીરો શેર કરતા કિયારાએ કેપ્શનમાં લખ્યુ હતુ- પ્રેમનો રંગ ચઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ કિયારા અને સિદે લગ્નની તસવીરો શેર કરી કેપ્શન લખ્યુ હતુ- હવે અમારુ પરમનેન્ટ બુકિંગ થઇ ગયુ છે,

અમને આગળની જર્ની માટે તમારો આશીર્વાદ અને પ્રેમ જોઇએ છીએ. લગ્નની તસવીરો શેર કર્યા બાદ કિયારાએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં દુલ્હન બનેલી કિયારાએ શેરશાહના ટ્રેક પર ડાંસ કરતા એન્ટ્રી લીધી હતી અને પછી કપલે એકબીજાને વરમાળા પહેરાવી હતી.

કપલ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન બાદ દિલ્લી ગયા હતા અને તે બાદ ત્યાં નાનકડી અને ઇંટીમેટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે બાદ 12 ફેબ્રુઆરીએ દિલ્લીથી મુંબઇ પરત આવ્યા બાદ બોલિવુડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી, જેમાં પણ કિયારા-સિદે પોતાના લુકથી ધમાલ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Shah Jina