મનોરંજન

OOPS વિમલ એક્ટર અજયની આ હિરોઈન આ કોન્ડમને લઈને આ કામ કરવા જઈ રહી છે, જાણીને ફેન્સ શરમાઈ ગયા

બોલિવુડ અભિનત્રી રકુલ પ્રીત સિંહ એકવાર ફરી ચર્ચામાં છે. રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ ફિલ્મમાં કોન્ડોમ ટેસ્ટરનો રોલ પ્લે કરવાની છે. રકુલ પહેલા આ રોલ સારા અલી ખાન અને અનન્યા પાંડેને ઓફર થયો હતો, પરંતુ બન્ને અભિનેત્રીએ ના પાડી હતી.

તમિલ અને તેલૂગુ ફિલ્મોમાં પોતાનુ નામ બનાવનાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે બોલીવૂડમાં ફિલ્મ “યારિયા”થી ડેબ્યુ કર્યુ હતુ. હવે તે તેની અપકમિંગ ફિલ્મમાં કોન્ડમ ટેસ્ટરનો રોલ પ્લે કરવાની છે.

બોલીવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત પોતાનો આગલો પ્રોજેક્ટ રોની સ્ક્રુવાલા સાથે સાઇન કર્યો છે અને તેમાં તે કોન્ડમ ટેસ્ટરની ભૂમિકા અદા કરશે. રકુલપ્રિતની આ ફિલ્મના ટાઇટલ વિશે હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી પરંતુ તેના રોલ વિશે ખુલાસો થઇ ગયો છે.

બોલીવુડ હંગામા અનુસાર, રકુલ પ્રીત સિંહે ખુદ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે જણાવ્યુ હતુ. આ એક સોશિયલ કોમેડી છે, આ અત્યાર સુધીના પ્રૉજેક્ટથી અલગ હશે કેમકે રકુલ પ્રીત સિંહનો રોલ પણ અલગ છે.

ફિલ્મમાં આ રોલ અને કન્સેપ્ટ બંને ખુબ બોલ્ડ છે. આ રોલને રકુલે એક પડકાર તરીકે લીધો છે. તમને જણાવી દઇએ કે 18 વર્ષથી વધુની ઉંમરની છોકરીઓને કંપની કોન્ડમ ટેસ્ટર તરીકે પેરોલ પર રાખે છે.

કોન્ડમ ટેસ્ટરનું કામ ઇન્ટીમસી દરમિયાન કોન્ડમની ડ્યુરેબલિટિ ચેક કરવાનુ હોય છે. આ પ્રોસેસને કોન્ડમ બનાવનાર કંપનીઓ પોતાના દરેક નવા પ્રોડક્ટ લોન્ચ પહેલા કરે છે અને ફીડબેક અનુસાર જ તેને માર્કેટમાં ઉતારવામાં આવે છે.

રકુલ પ્રીત સિંહ જે રોલમાં જોવા મળશે તે ખુબ બોલ્ડ છે. આ પહેલા બોલીવુડમાં આ પ્રકારના બોલ્ડ ટોપિક પર ફિલ્મ બનતી રહી છે. આયુષ્માન ખુરાનાની વિક્કી ડોનર આવા બોલ્ડ ટોપિક પર બની હતી. પોતાના અપકમિંગ પ્રોજેક્ટ વિશે રકુલ પ્રીત સિંહે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને ઘણીવાર તેની તસવીરો વાયરલ પણ થતી રહે છે.