આદિલ સાથે વિવાદો વચ્ચે રાખી સાવંતનું મદીનામાં થયુ વેલકમ…એક્ટ્રેસનો નવો અંદાજ જોઇ ચોંકી જશો તમે

ઇસ્લામ કબૂલ કર્યા બાદ રાખી સાવંત પહોંચી મક્કા મદીના, કર્યો પહેલો ઉમરાહ- જુઓ સ્વાગતનો વીડિયો

Rakhi Sawant receives warm welcome in Mecca Madina : બોલિવુડની ડ્રામા ક્વિન રાખી સાવંત પોતાના અંગત જીવનને લઈને હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે. રાખી છેલ્લા ઘણા સમયથી તેના પતિ આદિલને લઈને ચર્ચામાં છે. આદિલે જેલમાંથી બહાર આવ્યા બાદ ઘણા ખુલાસા કર્યા છે અને તેણે રાખી પર ઘણા આરોપો પણ લગાવ્યા છે. જો કે, રાખીએ પણ જવાબમાં આદિલ પર ઘરેલુ હિંસા અને મારપીટનો આરોપ લગાવ્યો છે.

રાખી સાવંતનું મદીનામાં થયુ વેલકમ
આદિલ અને રાખી વચ્ચે શાબ્દિક યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે આ વચ્ચે રાખી મદીના પહોંચી અને ઉમરાહ માટે રવાના થઈ. રાખી તેના ચાહકો સાથે પળેપળના અપડેટ્સ શેર કરી રહી છે. અભિનેત્રીએ શેર કરેલા વીડિયોમાં તે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો નવો વીડિયો સામે આવ્યો છે.

વીડિયો કર્યો શેર
આ વીડિયોમાં રાખી સાવંતનું મદીનામાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. મદીનાની જે હોટેલમાં રાખી સાવંત રોકાઈ છે તે દરમિયાનનો વીડિયો તેણે શેર કર્યો છે. તે વીડિયોમાં હોટલના લોકોનો આભાર માનતી જોવા મળી રહી છે. આટલું જ નહીં કેક લીધા બાદ તેણે બધાને કહ્યું કે તે હાલમાં મદીનામાં છે અને તેણે થોડા સમય પહેલા જ નમાઝ અદા કરી છે.

લોકો આપી રહ્યા છે ઠપકો
રાખીની વાત માનીએ તો તે ખૂબ જ હળવાશ અનુભવી રહી છે. જણાવી દઈએ કે, રાખીનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ઘણા ઠપકા આપતા જોવા મળે છે. લોકો કહી રહ્યા છે કે કોઈપણ એક ધર્મને સારી રીતે અનુસરો. આ રીતે કોઈપણ ધર્મની મજાક ન ઉડાવો.રાખી સાવંત મદીનાથી સતત તેના વીડિયો શેર કરી રહી છે. આ જોઈને કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે તે મુસ્લિમ ધર્મની મજાક ઉડાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

Shah Jina