ઓસ્ટ્રેલિયામાં કોકીલકંઠી કિંજલ દવેએ મચાવી દીધી ધૂમ, લાલ આઉટફિટમાં વરસાવ્યો કહેર, જુઓ મનડાં મોહી લે એવા વીડિયો અને તસવીરો

કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો ડંકો, વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ આવી ગઈ મોજ, જુઓ લાલ આઉટફિટમાં તેનો ઠાઠમાઠ, વાયરલ થયો વીડિયો

Kinjal Dave’s Garba in Australia : ગુજરાતની અંદર હવે નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસોની જ વાર છે અને આ વર્ષે નવરાત્રીમાં અનેરી ધૂમ પણ મચવાની છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં તો નવરાત્રીનો માહોલ બરાબર જામી ગયો છે અને ઘણા ગુજરાતી ગાયકો ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીની અંદર ધૂમ મચાવતા પણ જોવા મળી રહ્યા છે. જેમાંથી એક ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ સામેલ છે.

સોશિયલ મીડિયામાં છે એક્ટિવ :

કિંજલ દવેની ગાયિકીના દીવાના ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે અને જ્યાં પણ કિંજલનો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત કિંજલ તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતી હોય છે અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે અવાર નવાર તેના સોશિયલ મીડિયામાં તસસવીરો અને વીડિયોને શેર કરે છે.

હજારો લોકો લાઈક કરે છે વીડિયો :

ત્યારે થોડા દિવસ પહેલા જ કિંજલ ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવતી જોવા મળી હતી, જેની ઘણી તસવીરો અને વીડિયોને પણ કિંજલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

લાલ આઉટ ફિટમાં વરસાવ્યો કહેર :

કિંજલે તેના ઇન્સ્ટાગ્રામ લાલ રંગના આઉટફિટમાં કેટલીક તસવીરો અને વીડિયોને શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કિંજલે આ આઉટફિટમાં ઘણા બધા પોઝ પણ આપ્યા છે. આ તસવીરો સાથે તેને કેપશનમાં લખ્યું છે, :ચાલતું લાલ ગુલાબ”. 5 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોને 73 હજારથી પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

એડિલેડની ગરબા નાઈટ :

આ ઉપરાંત આ વીડિયો પર ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોમાં હાર્ટ ઈમોજી પણ મૂકી રહ્યા છે અને ઘણા લોકો તેની સુંદરતા અને આ આઉટફિટના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય કિંજલ દવેએ આ આઉટફિટમાં જ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં યોજાયેલી ગરબા નાઈટનો એક વીડિયો પણ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

ઝૂમી ઉઠ્યા ગુજરાતીઓ :

આ વીડિયોમાં કિંજલનો એક અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. કિંજલ આ વીડિયોમાં જબરદસ્ત ડાન્સ કરતી રહી છે. સાથે જ આ ગરબા નાઈટમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને કિંજલ દવેના અવાજના સથવારે ઝુમતા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોને પણ લાખો લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

Niraj Patel