હદ છે હો આ ફૂડ સાથે અખતરા કરનારાઓની… જુઓ આ ભાઈઓ તો હવે બનાવ્યા ડેરી મિલ્કના ભજીયા, જોઈને તમારો પિત્તો પણ છટકશે

ક્યારેય ખાધા છે ડેરી મિલ્કના ભજીયા ? વિચિત્ર કોમ્બિનેશન જોઈને લોકોનો ફૂટ્યો ગુસ્સો, બોલ્યા “નર્કમાં પણ જગ્યા નહિ મળે !” જુઓ વીડિયો

Dairy milk pakoda : સોશિયલ મીડિયામાં ફૂડને લઈએં ઘણા બધા વીડિયો તમે રોજ વાયરલ થતા જોયા હશે. કેટલાય વીડિયોની અંદર કેટલાક લોકો ફૂડ સાથે એવા અખતરા કરતા જોયા હશે કે તે જોઈને તમારું માથું પણ ચકરાવે ચઢી જાય અને એવા લોકોને તમે પણ ગાળો બોલતા હોય. ત્યારે હાલ એક એવા જ પ્રકારનું અજીબો ગરીબ ફૂડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક ભાઈ ભજીયા બનાવી રહ્યો છે પરંતુ તેમાં ડુંગળી, બટાકાના બદલે ડેરી મિલ્ક નાખે છે.

ડેરી મિલ્કના પકોડા :

ભજીયાએ ગુજરાતીઓને ભાવતી એક જોરદાર વાનગી છે. આપણે ત્યાં ડુંગળી, બટાકા, અલગ અલગ ભાજીના ભજીયા તમે બનતા જોયા હશે. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એક ભાઈ ડેરી મિલ્કના ભજીયા બનાવી રહ્યો છે.  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભાઈએ એક તપેલામાં ભજીયા બનાવવા માટે ખીરું બનાવ્યું છે. પરંતુ તેમાં તે કોઈ મસાલાના બદલે એક ડેરી મિલ્ક લે છે. ડેરી મિલ્કનું રેપર કાઢીને તે વ્યક્તિ ખીરાની અંદર ડેરી મિલ્કને ડુબાડે છે.

વિચિત્ર કોમ્બિનેશન :

ચોકલેટ પર ખીરું લાગી ગયા બાદ તે વ્યક્તિ બાજુમાં રહેલા ગરમ તેલની કઢાઈમાં તેને તળી લે છે અને પછી તળાઈ ગયા બાદ તેને બહાર કાઢે છે. પ્લેટમાં તે ભજિયાને મુક્યા બાદ તેને કાપી નાખે છે અને પછી ગ્રાહકને ખાવા માટે પીરસે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભજીયાની વચ્ચે ડેરી મિલ્ક ચોકલેટ દેખાય છે અને આ વ્યક્તિ આ ભજિયાને ચોકલેટ ભજીયા કહી રહ્યો છે. ત્યારે આ વીડિયો જોઈને લોકોનું દિમાગ પણ ચકરાવે ચઢી ગયું.

 

View this post on Instagram

 

A post shared by SUMIT SONI (@foodienovavlogs)

લોકોએ સંભળાવી ખરીખોટી :

વાયરલ થઇ રહેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને અને 34 હજારથી પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચુક્યા છે. આ સાથે જ લોકો આ વીડિયોની પર પોતાની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ આ ભજીયા બનાવનારને ખરી ખોટી સંભળાવતા કહ્યું છે કે આને તો નર્કમાં પણ જગ્યા નહિ મળે. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે ખાવાની વસ્તુઓ સાથે આવા અખતરા ના કરવા જોઈએ.

Niraj Patel