છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં દરેક રોજ વધારો થઇ રહ્યો છે. સગીરાઓ હોય, યુવતિઓ હોય કે પછી મહિલા..હવે બધાની સુરક્ષાને લઇને એક મોટો પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે. કોના પર વિશ્વાસ કરવા કોના પર ના કરવો એ પણ એક મોટો સવાલ છે. ઘણીવાર પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાવે તેવા પણ કિસ્સાઓ સામે આવતા રહે છે. કોઇ સગા સંબંધી દ્વારા જ બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમા રાજકોટમાંથી પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
જેમાં સગા માસા દ્વારા જ 6 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં રાત્રે જલગંગા કારખાનામાં છ વર્ષની બાળકીને મોબાઈલમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી અને રૂમની ઓરડીમાં લઇ જઇ સગા માસાએ જ દુષ્કર્મ ગુજાર્યું. પોલીસે હાલ તો આરોપી સામે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.રાજકોટના શાપરમાં જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી વિક્રમ ઠાકરશી મકવાણાનું નામ જણાવ્યુ છે.
ઘટનાની વિગત જોઇએ તો, પરણિતા પોતે પરિવાર સાથે કારખાનાની ઓરડીમાં રહે છે અને તેનો પતિ મજૂરી કામ કરે છે. તેમની ઓરડી જ્યાં છે ત્યાં સામે જ સગી બહેન પણ તેના પતિ સાથે રહે છે. 30 જુલાઇના રોજ પરિણીતા જ્યારે ઉપરના માળે મોબાઈલ પર વાતચીત કરી રહી હતી ત્યારે પતિ બીમાર હોવાને કારણે ઘરમાં સુતા હતા. આ દરમિયાન પરણિતાની છ વર્ષની દીકરી ઉપરના માળેથી નીચે માસીના રૂમ પાસે આવી
ત્યારે તેના માસાએ મોબાઈલમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી અને તેને ઓરડીમાં લઇ જઇ દરવાજો બંધ કરી દીધો. જે બાદ જયારે પરિણીતા મોબાઈલ પર વાત પૂરી કરી આવી ત્યારે ઓરડીમાં ચાલી ગઈ અને દિકરી રડતી હોવાને કારણે તેણે બહેનની ઓરડીનો દરવાજો ખાખડાવ્યો ત્યારે દરવાજો ખુલ્યો નહિ અને તેણે બારીમાંથી ઓરડીની અંદર જોયુ તો વિક્રમ કઢંગી હાલતમાં પડ્યો હતો.
આ જોઇ તેણે બુમાબુમ કરી અને પછી આજુબાજુની ઓરડીમાં રહેતા લોકો દોડી આવ્યા. પરણિતાની બહેન અને આરોપીની પત્ની પણ ત્યાં આવી પહોંચી. જે બાદ વિક્રમને મેથીપાક ચખાડ્યો અને પોલીસમાં પછી ફરિયાદ કરી. જણાવી દઇએ કે, આરોપી વિક્રમ મજૂરી કામ કરે છે અને તેણે તેની છ વર્ષની ભાણીને જ પોતાની હવસનો શિકાર બનાવી. તેને સંતાનમાં બે દીકરીઓ હોવાનું પણ સામે આવ્યું છે.