9 સપ્ટેમ્બર 1975 ના રોજ જન્મેલા બિઝનેસનમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આજે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. રાજ કુંદ્રાનું નામ ટોપ બિઝનેસમેનની લિસ્ટમાં આવે છે. રાજ કુંદ્રાના જન્મદિસવના આ ખાસ મૌકા પર આજે અમે તેમને તેઓની લવસ્ટોરી વિશે જણાવીશું.
રાજ કુંદ્રાનો જન્મ લંડનમાં થયો હતો. શિલ્પાની રાજ કુંદ્રા સાથેની પહેલી મુલાકાત પણ લંડનમાં જ થઇ હતી. તે સમયે શિલ્પા પરફ્યુમ બ્રાન્ડ એસ-2 નું પ્રમોશન કરી રહી હતી. રાજ કુંદ્રાએ આ બ્રાન્ડના પ્રમોશનમાં શિલ્પાની મદદ કરી હતી. આજ દરમિયાન બંન્ને વચ્ચે નજીકતા વધવા લાગી. તે સમયે રાજ વિવાહિત હતા છતાં પણ શિલ્પા-રાજ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
શિલ્પાએ કહ્યું હતું કે રાજ કુંદ્રાએ તેને પ્રપોઝ કરતા પહેલા પેરિસની લી ગ્રેન્ડ હોટેલનો પુરો બૈન્કેટ હોલ બુક કરી લીધો હતો. રાજે તેને એવું કહીને બોલાવી હતી કે તેને તેના મિત્રો સાથે મળાવવાનું છે. જેના પછી શિલ્પાના પહોંચતા જ રાજે ઘૂંટણો પર બેસીને તેને વીંટી આપીને પ્રોઝ કર્યું હતું અને સાથે હળવું મ્યુઝિક પણ વાગી રહ્યું હતું.
તે દરમિયાન રાજની પહેલી પત્ની કવિતાએ કહ્યું હતું કે શિલ્પાને લીધે રાજે પોતાને અને તેની દીકરીને પણ છોડી દીધી. કવિતાએ તે સમયે શિલ્પા પર તેના લગ્ન તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે શિલ્પાનું કહેવું હતું કે તે ક્યારેય કવિતાને મળી પણ ન હતી. જ્યારે એ રાજને મળી હતી ત્યારે તે કવિતાથી અલગ થઇ ચુક્યા હતા.
એવામાં શિલ્પાએ 22 નવેમ્બર 2009 ના રોજ રાજ સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાએ તેના લગ્ન પર ડિઝાઈનર તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી.
View this post on Instagram
રાજે શિલ્પાને પહેલી લગ્નની એનિવર્સરી પર 50 કરોડનો એપાર્ટમેન્ટ ભેંટમાં આયો હતો. આ સિવાય ઇંગ્લેન્ડમાં પણ શિલ્પા અને રાજનો એક બંગલો છે, હાલ બંન્નેનો એક દીકરો વિયાન કુંદ્રા છે.